પૃષ્ઠ:Rasbindu.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨ : રસબિન્દુ
 

રાખી સરકારી નોકરી એ બે કેમ માટે અનામત રાખે છે. એટલે હિંદુ જન્મવાના અકસ્માતે મને સરકારી નોકરી ન મળી, જેનો મોહ હું નાનપણથી કેળવી રહ્યો હતો !

દેશી રાજ્યોમાં પણ બહુ શોધખોળ કર્યા છતાં હું નોકરી ન જ મેળવી શક્યો. રાજકુટુંબો અને તેમનાં સગાંવહાલાં તથા તેમનાં કોમી બિરાદરોની સંખ્યા દરેક રજવાડામાં એટલી વધી ગઈ છે – અને રાજવંશીઓએ છબી પડાવવા પૂરતું જ લશ્કરી શિક્ષણ લીધું હોઈ યુદ્ધમાં તેમનો ખપ ન હોવાથી તેમ જ આરોગ્યરક્ષણની આપોઆપ તેમને મળતી સગવડને લીધે તેમની કુશળતા અને ક્ષેમ એવાં નિર્ભર રહે છે કે સિપાઈથી માંડી પ્રધાન સુધીની બધી જ જગાઓ તેમના કુટુંબીઓથી જ ભરાઈ જવા છતાં કેટલાંક ફાલતુ રાજસગાં બાકી રહેતાં હતાં. એટલે એકાદ સૈકા સુધીની વ્યવસ્થા તો થઈ ચૂકેલી હોવાથી અને મારી ચેાથી પાંચમી પેઢીના વંશજની ઉમેદવારી નોંધાવા હું જરા ય આતુર ન હોવાથી હું ઘણું ભણ્યો એમ કહેવા કરતાં ઘણા સમય સુધી હું બેકાર રહ્યો એમ કહેવું વધારે સાચું છે.

સારું થયું કે હું પરણ્યો ન હતો. નહિ તો મારા પ્રેમપ્રયોગે મારી બેકારી ઉપર અનેરા રંગ ચીતર્યા હોત ! માતાપિતા માયાળુ હોવાથી ફૂટપાથ ઉપર સૂઈ રહેવાનો પ્રસંગ આવ્યો ન હતો.

બેકારીમાં માનવી ક્યાં સુધી પ્રામાણિક રહી શકે એ પ્રશ્નમાં બહુ ઊંડા ઊતરવા જેવું નથી. પરંતુ હું બહુ લાંબા સમય સુધી પ્રામાણિક રહી શક્યો એનું મુખ્ય કારણ મારા નૈતિક સિદ્ધાંત હતા, જેને જોરે હુ ચોરી કે લૂંટ કે છેતરપિંડીની હિંમત જ કરી શક્યો નહિ.

એકાએક પ્રભુ પ્રસન્ન થયા અને મને એક ધનિક ગૃહસ્થને ઘેર નોકરી મળી. એ ધનિક ગૃહસ્થને એટલું બધું કામ હતું કે એમના પત્રો વાંચવા, લખવા, વર્તમાનપત્રોની હકીકત કહી જવી, અઠવાડિયે એકાદ ભાષણ લખી આપવું અને તેમનાં સત્કાર્યો અને તેમના