પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૪
રાસચંદ્રિકા
 



હજાર માસની વાત*[૧]

♦ પાલવડો મારો મેલો, મોહનજી. ♦


ઉરમાં હજાર કંઇ આવો ઉમળકા
હૈયે હજાર આશ ઊગતી હૂલે;
આંખે હજાર કંઇ ચિત્રો રહે ઊડતાં,
હોઠે હજાર વાત હસતી ખૂલે:
ઉરમાં હજાર વાત હસતી ખૂલે:
ઉરમાં હજાર કંઇ. ૧

વીત્યા હજાર માસ દેવીના પૂજને
થાળી હજાર રૂડાં ફૂલે ભરી;
પગથી હજાર ચઢી મંદિરની ધૈર્યથી,
ઊભી શી ગુર્જરી રાસેશ્વરી
ઉરમાં હજાર કંઇ. ૨

તૂટ્યાં તે ઝાંઝરાં ને ખોલ્યા તે ઘૂમટા,
ખોલ્યાં છે બાર નવતેજે રસ્યાં;
'સોનલા ગેડી ને રૂપલા દડૂલીયો'
આજે નવગોકુમને દ્વારે વસ્યાં :
ઉરમાં હજાર કંઇ. ૩


  1. * "સ્ત્રીબોધ" માસિકના ૧૦૦૧ લા અંક માટે લખાયેલું.