પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગોપકુંજ
૧૫૭
 



મહિયારી

♦ ઓધવજી, સંદેશો કહેજો શ્યામને . ♦


મહિયારી ! ક્યાં ચાલી ગોકુળ ગામની ?
દોણીમાં તેં રાખ્યું શું સંતાડી જો ?
તરસ મને લાગી છે અમૃત નામની;
મુજને શું ના દે તુજ મહી ચખાડી જો?
મહિયારી ! ક્યાં ચાલી ગોકુળ ગામની ? ૧

ગમે મને તારાં હરિયાળાં ખેતરામ્,
તુજ દૂધાળાં ધિંગાં ઢોર ભડકતાં જો :
કાં ભડકે ? - જો આ ઝાડીનાં ઝાંખરાં,
આવ, પડી અહીં સુણિયે હૃદય ધડકતાં જો !
મહિયારી ! ક્યાં ચાલી ગોકુળ ગામની ? ૨

વાડતણે ખૂણે તુજ દોણી મૂકશું,
તુજ ઊંઢણ આ કમદી પર ટંગાશે જો;
ને આ લીલી ચાર ઉપર જરી ઝૂકશું,
આત્મા ઊંડાં અમૃત ત્યાં પી પાશે જો:
મહિયારી ! ક્યાં ચાલી ગોકુળ ગામની ? ૩