પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રણયરંગ
૧૭૧
 



ફૂલડાંની છાબ

♦ "ઝીણા ઝરમર વરસે મેહ" ♦


ભરી ભરી મારી ફૂલડામ્ની છાબ;
ફૂલડાં દૌં કોને, સખી?
ખોળી ખોળી વળું ધરતીને આભ:
ફૂલડાં દઉં કોને સખી? —

વનવનનાં ફૂલડામ્ મેં ચૂંટ્યા મધમધતાં,
ચોંટી વસંત કેરી જ્યોતિ રે:
રંગેરંગે સો'તી, એના સૌરભથી મો'તી, તોયે
થાકું લેનારો ગોતી ગોતી !
હો ! ફૂલડાં દઉં કોને, સખી? ૧

આશાભરી તે લાલી ચૂંટી ઉષાની,
ચૂંટી સંધ્યાની સૌમ્ય છાયા રે;
પડતી ચંદની કેરી પાંદડીઓ ચૂંટી:
ક્યાં છે એના તે રસરાયા?
હો ! ફૂલડાં દઉં કોને, સખી? ૨