પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વિસર્જન
૨૭૫
 


વનમાંના વડલા ને વનમાંના જોગી,
વનના વિરાટ પડછાયા રે ;
પુરના પરોણા જેવા વનના યે પરોણા :
અદ્દલ અચલ રસરાયા !
હો હૈયે શાં સમાવો વહાલાં ! ૩

સૂર્ય દિગંતચરણે શીશ ઝુકાવે,
એવું ઝુકાવું ઉર મારું રે :
ચરણે પડ્યું એ હૈડું હૈડે સમાવજો-
રોજ ને રોજ રહે સવારું !
હો હૈયે શાં સમાવો વહાલાં ! ૪

મારા સૂરજને સંધ્યાના સોહાગ
સ્નેહે શા સજાવો વહાલાં !
આભઝરૂખેથી ઊતર્યા છે પાગ,
હૈયે શાં સમાવો વહાલાં !