પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪
રાસચંદ્રિકા
 



દેવીનાં નવચેતન

♦ કામણ દીસે છે અલબેલા તારી આંખમાં રે. ♦


દેવી ! દીસે શાં નવચેતન તારી આંખમાં રે !
તારી આંખમાં રે,
પાછું ઝાંખ મા રે !
દેવી ! દીસે.

મોહનની નવબંસી બોલે,
જુગજુગનાં પડળો કંઈ ખોલે;
અંતર ઝોલે ચઢતાં નવ અભિલાખમાં રે:
પાછું ઝાંખ મા રે ! ૧

ભ્રુગુટીનાં તપચાપ ચઢાવે,
નયન નયન શર શૂર ઉડાવે;
જ્યોતિ અનેરી લાવે જખની સાખમાં રે:
પાછું ઝાંખ મા રે ! ૨

ઉરસંયમના અંજન કીધાં,
સત્ય સનાતન વ્રત મન લીધાં;
મૃત્યુ તણાં અમી પીધાં લોટી ખાખમાં રે !
પાછું ઝાંખ મા રે ! ૩