પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આમંત્રણ
૩૭
 


પલક પલક પ્રાણકુંદન કસીને
ઝરતું આકાશ અંગારા રે લોલ :
જીવનના જોગ કંઈ એવા, રસિકડાં !
એવા છે પ્રાણના પુકારા રે લોલ :

જીવન-રૂદનના તારે ઝૂલાઈ
પૂરે છે સ્વર્ગ લલકારા રે લોલ :
અશ્રુમીઠાં તે એનાં ગીતો, રસિકડાં !
કરશે કંઈ દિવ્ય અણસારારે લોલ :

મીઠા હતા આજ ઘેરા દીસે તે,
કાલે કલ્યાણ કરનારા રે લોલ :
એ રે સંસારના સૂરથી, રસિકડાં !
ફળજો આ દેહના ઇજરા રે લોલ :

હૈયાની હોજ આજ હેલે ચઢ્યાં હો !
રેલે છે આત્મના ઓવારા રે લોલ :
આવો, આવો રસાઆંગણ, રસિકડાં !
ઝીલજો સંદેશ અહિં ન્યારા રે લોલ: