પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨
રાસચંદ્રિકા
 


તાળીએ તાળીએ સાધતી
એના આત્માની ઊંડી લહેર રે;
ગુર્જરી રાસે ઘૂમે રે.
ઝબકે ચમકતી વીજળી,
એવી ફરતી ઘૂમે ચોમેર રે;
ગુર્જરી રાસે ઘૂમે રે. ૭

છલકે છટા એના રાસની,
ત્યાં તો મળતાં ત્રિવેણીનાં મૂલ રે;
ગુર્જરી રાસે ઘૂમે રે.
રાસે ઘૂમે જ્યારે ગુર્જરી,
ત્યારે દુનિયા બને બધી ડૂલ રે !
ગુર્જરી રાસે ઘૂમે રે. ૮

આવો, જુઓ, રસ જોગવો :
ક્યાંથી મળશે એ લાખેણા લહાવ રે ?
ગુર્જરી રાસે ઘૂમે રે.
ભર્યું જગત અદ્દલ ઘૂમતાં,
નહીં પામો એ ભાવના જમાવ રે !
ગુર્જરી અમ્મર ઘૂમે રે. ૯