પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વિશ્વલીલા
૬૧
 



ચાંદની

♦ વનમાં બોલે ઝીણા મોર. ♦


આભલે થાળીભર છલકાય
કે ઊજળી ચાંદની રે લોલ,
હૈડાં ઊજળેરાં ઉભરાય,
કે લ્યો લ્યો ચાંદની રે લોલ ! -

આભલે ચંબેલીના વેલા
કે ફૂલડે લચી રહ્યા રે લોલ,
ફૂલે ફૂલે કિરણના રેલા
કે જગને સીંચી રહ્યા રે લોલ. ૧

આભલે દૂધે સીંચ્યો ખીલ્યો
કે એક બટમોગરો રે લોલ :
એની પાંખડીએ છે ઝીલ્યો
રે સુરભૂમિનો ઝરો રે લોલ ! ૨

ઝીલો ઝીલો એ અમીની ધારા
કે સુર લોકથી સરે રે લોલ !
ઊજળી આંખોના અણસારા
કે ઊજળાં હૈયાં કરે લોલ ! ૩