પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૨
રાસચંદ્રિકા
 


ઝીલે મોગરાને અંબેલી
કે ખીલવે પાંખડી રે લોલ !
ઝીલે ગુલછડી કો અલબેલી,
કે કુમુદની આંખડી રે લોલ. ૪

ઝીલે વાદળી, સરિતા, સિંધુ,
કે હંસ ને મોરલા રે લોલ;
ઝીલી ચાંદનીપૂર્યાં બિંદુ,
કે મોતીડાં ધરે કલા રે લોલ ! ૫

આવો, આવો સૌ ઝીલનારાં !
કે ઝીલતાં કાળપ જશે રે લોલ;
ઊજળાં હાસ્ય એ વિધિનાં ન્યારાં
કે ઊજળે હૈયે વસે રે લોલ ! ૬

રસ રસ ચાંદની રે રેલાય
કે પરમ પ્રસાદની રે લોલ :
અમૃત ઊજળેરાં ઉભરાય :
કે લ્યો લ્યો ચાંદની રે લોલ ! ૭