પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૂરજ-ચંદ્રની સાખે
[રા’ દેસળ ત્રીજાના સમયમાં]

રા’ દેસળના જીવને તે દિવસ જંપ ન હતો. એની નીંદરને એક ચિંતાએ હરી લીધી છે. રાતમાં ઊઠી ઊઠીને એક કાગળિયો હાથમાં ઝાલી, વિચારમાં ગરકાવ થઈ જાય છે. કાગળિયો એનો કોયડો બન્યો છે.

એ એક લખત હતું. લખી દેનાર એક કણબી અને લખાવનાર એક શાહુકાર. શાહુકારને ખેડુએ લખી દીધેલ કે ‘એક હજાર કોરી મેં તમારી પાસેથી લીધી છે. તે મારે વ્યાજ સોતી ભરી જવી છે — સૂરજ-ચંદ્રની સાખે.'

પણ આજ એ દસ્તાવેજમાંથી નવો જ મામલો ઊભો થયો છે. ખેડુ કહે છે કે મેં કોરી એક હજાર ભરી દીધી છે. વાણિયો કહે છે કે જૂઠી વાત, એણે નથી ભરી. ખેડૂતે કોરી ચૂકવ્યાનો કોઈ સાક્ષી નથી, કોઈ એંધાણી નથી. ન્યાયની દેવડીએથી ફેંસલા લખાણા કે ‘કણબી કૂડ કરે છે.’

“જિયેરા ! જિયેરા ! મારી વારે ધાજો, જિયેરા !” મધરાતે દરબારગઢની દેવડીએ કણબીની ચીસ પડી.

“કોણ છો માડુ? મધરાતે મારાં કમાડ કેમ ખખડાવ્યાં ?”

“જિયેરા ! મારો ઇન્સાફ તોળો. એક હજાર કોરી ઉપર હું આંસુડાં નથી પાડતો. પણ કણબીનો દીકરો ખોટો પડું છું.”

કાગળિયાં તપાસીને રા’એ નિસાસો મેલ્યો :“ભાઈ, શું

૧૧૦