પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તેગે અને દેગે
૧૧૯
 

નથી. થાકેલા આતાભાઈ માથું ઢાળીને છાવણીમાં બેઠા છે.

“છે એવો કોઈ બેમાથાળો આ દાયરામાં જે દોડ મેલીને કાઠીઓની તોપના કાનમાં ખીલા ઠોકી આવે ?” એમ બોલતાં બોલતાં આતાભાઈ એ આખી મેદની ઉપર આંખ ફેરવી લીધી.

“બાપુ!” વાછાણી અને દેવાણી વીરો હોકારી ઊઠ્યા, “મરવાની બીક નથી, પણ તોપોની સામે ચાલીને શું કરીએ? તેની પાસે પહોંચીએ તો જ ખીલા જડાય ને !”

“સાચી વાત છે, ભાઈ ! નવલખા શૂરવીરને હું મફતના ફૂંકાવી નાખવા નથી માગતો.”

“ઊભા રો બાપુ !” એટલું બોલતો બોલતો, દાયરાના આઘા આઘા ખૂણામાંથી એક આદમી ઊભો થયો.

“હું જ એ બીડું ઝડપું છું. જો જીવતો પહોંચીશ તો તોપોને ખોટવી નાખું છું. અને જો વચ્ચેથી જ મર્યો, તો તમારા નામ ઉપરથી ઘોળ્યો ! મારે તો બેય વાતે મજો છે. લાવો બીડું, બાપુ !”

“તારું નામ ?”

“જાદવ ડાંગર.”

“જાતે ?”

“આયર.”

“ગામ?”

“લંગાળું.”

“તું જઈશ? એકલો?” આતાભાઈએ પ્રીતિની નજર ઠેરવી.

“એકલો? આયર એકલો હોય નહિ, બાપુ ! એની તેગે ને દેગે ઈશ્વર આવે છે.”

“ભાઈ, ઓરો આવ, આશિષ આપું.”

જાદવે જઈને આતાભાઈનાં ચરણમાં હાથ દીધા. એની