પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 


“ના. બાપ, મેંથી અવાય નહિ. હું મારે સાસરે જાઉં છું.”

ખિસ્સામાંથી આઠ રૂપિયા કાઢીને હું બોલ્યો :

“બહેન, આ ગરીબ ભાઈનું કાપડું !”

“મારે ખપે નહિ !”

એણે ગાડાખેડુને જગાડ્યો. વેલડું જોડ્યું. વેલડામાં બેસીને એ ચાલી નીકળી.

કચ્છની એ દીકરી, અડવાળ ગામ પરણાવેલી : એટલું જ મને યાદ રહ્યું છે. નામઠામ ભુલાણાં છે. પણ એ ચોટલાવાળીનું મોઢું તો નિરંતર મારી નજરે જ તરે છે.