પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

એક દાણ હલ્લાં કરી લાંક સામાં બકી ઊઠ્યા,
ખેર ગિયાં લાંક, મોત નિશાણીકા ખેલ,
તીનસો મકરાણી ભેળા ચખ્ખાંચોળ મૂછાં તણી,
ઉબાણી વેગસુ આયા ઘરાંકુ આઠેલ.

અને

થાહ સમંદરાં આવે, આભ જમીં એક થાવે,
ફરી જાવે આંક તૂ૨ વિધાતાકા ફાલ,
માણસી જેતાણી મૃત્યકાળથી ઓઝપી જાવે,
(તો તો) પૃથ્વી પીઠ ઊંધા થાવે હો જાવે પેમાલ.

એવી રીતે માણસિયો વાળો જેતપુર આવ્યો.

*

છેવટે પિત્રાઈઓની અદાવત ફાવી. સગાં-વહાલાંઓએ જ એ સિંહને પાંજરે નખાવ્યો. ‘ગાંડો ! ગાંડો !’ કરીને પિત્રાઈઓએ માણસિયાને કાળા કોઠામાં કેદ કરાવ્યો. બંદીવાન ખાતો નથી, પીતો નથી, આસમાન સામે આંખ માંડીને બેઠો રહે છે.

ત્યાં તો “ક. . . ૨ . . . ૨ . . .ર . . .૨ . . . !” એ પ્રીતભર્યો સૂર એણે આભમાં ઊડતી સમળીની ચાંચમાંથી સાંભળ્યો.

“આવ ! આવ ! આવ !” એવા આપા માણસિયાએ આવકારા દીધા. સમળી પાંખો સંકેલીને નીચે ઊતરી, કોઠા ઉપર આંટા લેવા લાગી. આપાએ પોતાની ભેટમાંથી કટાર ખેંચી, પોતાના પગની પિંડી ઉપર ચીરો માર્યો, તરબૂચની ડાળી જેવું લાલ ચોસલું પોતાના દેહમાંથી વાઢીને આપાએ અધ્ધર ઉલાળ્યું. સમળીએ આનંદનો નાદ કરીને અધ્ધરથી એ ભજન ઝીલ્યું. બીજી સમળીએ ચીસ પાડી. બીજું ચોસલું માણસિયાએ પોતાની મસ્તાન જાંઘમાંથી વાઢીને ઉછાળ્યું. ત્રીજી આવી, ચોથી આવી, જોતજોતામાં તો સમળીઓના થર બંધાઈ ગયા; આપાને આનંદના હિલોળા છૂટ્યા. હસતો હસતો, પંખિણીઓને