પૃષ્ઠ:Rasdhar4.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વરજાંગ ધાધલ
૫૫
 

 “વરજાંગ ! ઘરમાં બેઠો હો તો ઊભો થાજે, ઊભો હો તો હાલી નીકળજે ! આજ લુંઘિયેથી રાણિંગ વાળો રાણપર માથે ત્રાટક્યો છે. આજ તારા અન્નદાતા રાણપુરના ખાંસાહેબ રઝળી પડશે ને તું પાછળથી માથું પટકીશ.”

“હેં, રાણપુર માથે રાણિંગ વાળો !” ફાળ દેતો વરજાંગ બેઠો થયો; તલવાર અને બરછી લઈ તાજણને માથે કૂદ્યો.

“કાઠિયાણી ! ન આવું તો વાટ જોઈશ મા. મારો ખાંસાહેબ આજ મુંઝાતો હશે. હવે તો હું એની આડે ઊભીને મરીશ.”

કાઠિયાણીએ વળામણાં દીધાં. વરજાંગે તાજણને જાપ નાખીને જાણે કે દોટાવી. નાડાવા સૂરજ ચડ્યો ત્યાં ભેંસાણ રાણપુરને સીમાડે આંબ્યો. સાંભળે છે કે દેકારો બોલી રહ્યો છે. એક પડખે રાણપુરનાં ઢોર ભાંભરડાં દેતાં ઊભાં છે. રાણપુરનો ધણી ખાંસાહેબ એકલે પંડે પછેડી પાથરીને મારગ રોકી તલવાર વીંઝે છે. એની પાસ લુંઘિયાના કાઠીઓનું મંડળ બંધાઈ ગયું છે.

“ખબરદાર, કોઈ ખાંસાહેબને મારશો નહિ.” એવી લુંઘિયાના રાણિંગ વાળાની આજ્ઞાને વશ બની કાઠીઓ ખોટેખોટી બરછીઓ ઉગામતા જાય છે. ખાંસાહેબ ચકરાવે ચડી ગયો છે. ખાં કાઠીઓને ખસવા દેતો નથી, પણ ખાંને વીંધાવાનીયે વાર નથી. ત્યાં તો આઘેથી હાકલ થયો :

“રાણિંગ વાળા ! રંગ છે. એક શત્રુને પચાસ જણે ઘેર્યો !”

એવા પડકાર કરતો એ દોડ્યો. કાઠીઓનું મંડળ વીંખી નાખ્યું. રાણિંગ વાળાની ઘેાડીની અવળી જગ્યા ઉપર બરછી ઠઠાડી. પોતાના અન્નદાતા ખાંસાહેબને પોતાની જ ઘોડી પર બેલાડ્યે બેસાડીને વરજાંગ વહેતો થયો. કોની મગદૂર છે કે