પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
136
સૌરાષ્ટ્રની સરધાર : 5
 



પાતળપેટાં, પીળરંગાં, પસવને પારે,
કુંવર કુંપો કાચનો, ઊતર્યાં કિયે આરે?

[પાતળી સોટી સરખી એના શરીરની કાઠી છે; રંગ તો ચંપકવરણો પીળો છે; પસવ નામના પ્રાણી જેવી સુંવાળી તો એની કાયા. છે; કાચના શીશા સરખી નાજુક છે; એવી કુંવર કયે કાંઠે ઊતરી છે, હે કાગારાણા?] અને, હે ભાઈ, કુંવરને આટલો સંદેશો દેજે –

ગર લગી ગૂડા ગળ્યા, પેટે વધ્યો પિયો,
કાગા ભણજો કુંવરને, રાણો ચાચઈએ રિયો.

રાણાને તો ગીરનું પાણી લાગ્યું છે. એના હાથપગ ગળી ગયા છે એનું પેટ વધી ગયું છે અને હવે તો રાણો સદાનો ચાચઈને ડુંગરે જ રહી જશે. હવે મેળાપ નહિ થઈ શકે. માટે છેલ્લા જુહાર સમજજો !

કૉ ! કૉ ! કૉ ! કરતો કાગડો જાણે રાણાનો ટપાલી બનીને ઊડી ગયો, અને હવે કુંવરને પોતાનો સંદેશો પહોંચશે એવી આશાએ રાણો રાહ જોતો પડ્યો રહ્યો. દિવસે દિવસે એનો દેહ પણ હાડકાંનું માળખું હોય તેવો બનતો જાય છે. રાતે પણ પોપચાં બિડાતાં નથી. સદાય જાગે છે. નીંદર વેરણ બની છે.

રાણા જોને રાત, પૃથવીને પોરો થયો,
(પણ) ન સૂવે નીંદરમાંય, હૈયું કાંકણહારનું.

[હે રાણા, આ રાત્રિ તો પૃથ્વી આખીને વિશ્રામ લેવાનો સમય છે. તમામ જીવજંતુ ને માનવી પોઢી જાય છે. નથી સૂતું એક કંકણહાર નામનું પક્ષી. એને એકને જંપ નથી. એની માફક આ મારા હૃદયને પણ ઉજાગરા કરવા રારજાયા છે.]

અને હાય રે ! આ બધાં વીતકો ક્યાંથી વીત્યાં? મેં શા માટે ડાંગર, માંઢિયું ને ડોળિયું જેવાં વતનનાં ગામડાં મૂકીને આ ગીરના મારગ લીધા?

આછર પાણી આંબડે, ચરવા કંકોળેલ કાસ.
મેયુંને નો મેલાવિયેં, ડોળેસરનો વાસ.

[આંબડા કુવાનાં આછાં તેલ જેવાં પાણી અને ચરવા માટે મીઠું ધ્રોનું ઘાસ: એવો ડોળિયા ગામનો વસવાટ મારી ભેંસોને મેં શીદ છોડાવ્યો?]

હાડકાંના માળખા જેવું સુકાયેલું શરીર લઈને એક રાત્રે રાણો સૂતેલો