પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
158
સૌરાષ્ટ્રની સરધાર : 5
 


બાપ તોલો કુંભાર રોજ રોજ છેડાઈ પડતો. માલિકનાં આકરાં વેણ સાંભળીને ગમગીન થઈ જતા મેહારનું મોં વારે વારે ઓશિયાળું બની જતું, અને એ જોઈ જોઈ સુહિણી મેહારનો અફસોસ ઉતારવાના છાનામાના કંઈ કંઈ ઉપાયો લેતી. બાપ એ બધું જોતો અને સમજી લેતો કે દીકરીનું દિલ બહુ દયાળુ છે, તેથી મેહારની સારસંભાળ લેતી હશે. ચારસો ગધેડાંના અને પંદર ભેંસોના માલિકને એવો ખ્યાલ તો સ્વપ્નય ક્યાંથી હોય કે પોતાની લાડઘેલી, ખોટ્યની દીકરી આવા અણઘડ ગોવાળ ઉપર પ્યાર કરતી હશે !

એક વાર સિંધુને કિનારે મેહાર બેઠો છે. પાંચ ગધેડાં ગુમ થવાથી તોલો કુંભાર એને સખત શબ્દોમાં વઢ્યો છે. મેહારના ગોરા મોં ઉપર અફસોસની છાયા પથરાઈ ગઈ છે. તે વખતે સુહિણીનાં પગલાં બોલ્યાં. આવીને તરત જ સુહિણી બોલી ઊઠી: “લેતો જા ! કેવો ઠપકો ખાધો ! હજુય સાન નથી, બેવકૂફ!”

મેણું સાંભળીને મેહારની આંખોમાં ધારાઓ ચાલુ થઈ. સુહિણી સમજી ગઈ. ભરવાડ કદી, આવી રીતે રૂએ નહિ. એણે મેહારનું કાંડું ઝાલીને કહ્યું: “મેહાર થઈને રોઈ પડ્યો? મેહાર આટલો પોચો હોય કદી !”

“સુહિણી ! મેં તને છેતરી છે. હું મેહાર નથી.”

“તું મેહાર નથી, તો શું શાહજાદો છે, નાદાન?”

“શાહજાદો તો નહિ, પણ શાહજાદા જેટલો જ લાડ પામેલો : તવંગર બાપનો બેટો છું.”

“કોનો બેટો ?”

“આજ એ બધું બોલવાનો સબબ જ શો છે?”

“ના, મેહાર ! આજ ન કહે તો તને સુહિણીના કસમ છે. કહે, આવડું મોટું કપટ છુપાવીને શું કરીશ?”

“સાંભળ ત્યારે, સુહિણી ! હું સિંધી નથી, હું તો બુખારાનો મોગલ છું. હું પરદેશી છું. મારા પિતાનું નામ મિર્ઝાઅલી બેગ છે. એને ઘેર દોલતની છોળો લાગી ગઈ છે. મારા પોણોસો વર્ષના બાપને ઘેર, એની જઈફી વખતે એક ઓલિયાના સખુનથી હું અવતરેલો છું. સુહિણી ! હું અભણ ભરવાડ નથી. પણ બુખારાના મોટા આલિમને હાથે કાંઈ કાંઈ કિતાબોનો અભ્યાસ