પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
162
સૌરાષ્ટ્રની સરધાર : 5
 


“યા અલ્લા ! સુહિણી, લોકો તારી બદબોઈ કરે છે, તેનીયે તને પરવા નથી?”

“ઓ અધા! સાંભળ –

અધા ગુણ તું અલૈયા, અલા સુણે અચાર,
હિરડી ઘર ઘર ગિલા થિયે, પાડે પંધ પચાર,
આંઉ લિખ્યો તી લોડિયાં, ખલ્ક મિડેતી ખ્વાર.

“ઓ ભાઈ અલૈયા, મારા આચાર ઊંચેથી એક અલ્લાહ જોઈ-સાંભળી રહ્યો છે. એટલે પછી મારા પડોશમાં, પંથમાં કે ઘર-ઘરમાં મારી જે ગિલા થાય છે તે છો થતી. મારા તકદીરમાં લખ્યું છે તે ભોગવી રહી છું. બાકી દુનિયા તો નાહકની મારી નિંદા કરીને ખુવાર મળે છે.”

“અરે ઓ સુહિણી!” અલૈયો બોલ્યો :


સારી ન થિંઈએ સુણી, તું નીજી નિમાણી,
વેંધે વહવટ વિસરે, હી જોર જુવાણી,
સે પછાડીધે પાણી, તારા કવિયેં તારમેં.

“તું તારા કુળમાં સારી ન નીવડી. તું નાદાન અને નિર્માલ્ય નીવડી. આ નદીના પ્રવાહમાં તું કોઈ દિવસ તારું જોર ને તારી જુવાની ગુમાવી બેસીશ. આ પાણીમાં પછાડ મારતાં મારતાં તું કોઈ દિવસ આ પ્રવાહમાં આકાશના તારા ઉતારી બેસીશ – તું ડૂબી જઈશ. માટે રહેવા દે. આવી મુશ્કેલી શા સારુ ઉઠાવછ? આ મોતના કેડા તને કોણે બતાવ્યા?”

એવી એવી સલાહો સાંભળીને ખડખડાટ હસતી સુહિણી પાણીમાં ઝંપલાવવા તૈયાર થાય છે.

ધિરી ધરો હથ કરે, ચેલ બધી ચોતો,
મન મિડ્યુ’સ મ્યાર સેં, પરલે પાર પોતો,
પો ગોતે મંઝ ગોતો, અરે મ વિઝે અજાણમેં.

હાથમાં માટીનો ઘડો લઈને એ પાણીમાં પેઠી. માથા અને કમર પર કસકસાવીને એક કપડું બાંધી લીધું. ને હજુ પોતે તો પાણીમાં પડવાની તૈયારી કરીને તીરે ઊભી છે, ત્યાં મનડું તો સામે પાર પહોંચી પ્રીતમને મળી ગયું. ડૂબકીઓ પર ડૂબકીઓ મારી સુહિણી સિંધુનાં પાણી વીંધતી