પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
164
સૌરાષ્ટ્રની સરધાર : 5
 


પણ જે માર્ગ પર જતાં બીજાં માનવી સંકોચ પામે છે, તે જ માર્ગ મહોબતનો છે. એટલે જો હું આ પાણીથી ડરીને પાછી ફરું, તો તો કીંમત રહી મારા આ પ્રેમના પોશાકની! ધૂળ પડી મારા પ્યારના લેબાસમાં, આ ઇશ્કની કફનીમાં, જો હું ડરીને પાછી જાઉં તો.”

એમ કહીને સુહિણી કછોટો ભીડે છે અને સિંધુનાં હિમ જેવાં નીરમાં ઝંપલાવી, આઘી આઘી નીકળી જાય છે. સામો પાર એટલો દૂર છે કે એના તરવાનો અવાજ પણ આ પાર ઊભેલા એ સલાહકારને સંભળાતો બંધ થઈ ગયો ને ડાહ્યો સલાહકાર ઘર તરફ ચાલતો થયો.

શિયાળો ગયો; ઉનાળો ગયો; પણ મધરાતના મેળાપ કરવા માટે સિંધુને સામે કિનારે પહોંચવામાં તો એક પણ દિવસ પડ્યો નથી. હવે તો ચોમાસું બેઠું છે. સિંધુ બે કાંઠે છલી રહી છે, મોજાં મોભારે અડે એટલે ઊંચે ઊછળવા લાગ્યાં છે. ભાળીને ભે ખાઈ જઈએ, એવા પ્રચંડ તોફાનમાં પણ સુહિણીને તો ઝંપલાવવું એ રમત-વાત થઈ પડેલ છે. ઘડો લઈને આવી રહી કે તરત જ કોઈ પાસે ઊભેલો માનવી બોલ્યો:

સુણી સઠે તારમેં, (તો) સિયારો ને સી,
લગી લેહર લેહરતે, સે જુધા કરે જી,
થોડા વિરમી થી, મથેર પર તો કુન્ન કરે.

“ઓ સુહિણી, આ પાણીની કડકડતી ઠંડીમાં તું કાં ઝંપલાવી રહી છો? અંદર મોજાં મોજાંને અથડાય છે. તે તારા જીવ ને શરીર જુદાં કરી નાખે તેવા કાતિલ છે. અને વળી તારા માથા ઉપર આ કિનારાની મોટી ભેખડ ફસકીને પાણીમાં પડું પડું થઈ રહી છે, માટે થંભી જા.”

“અરે અધા ! થોડી વાર પણ મારાથી કેમ થંભી શકાય? મારા મેળાપનો સમય ચાલ્યો જાય, તો મારો પિયુજી તરફડે.”

એમ કહીને સુહિણી પાણીના લોઢમાં પડતું મૂકે છે. માછલી જેવી તરવરતી ચાલી જાય છે. જઈને પ્રીતમ સાથે સુખના બે પહોર ગુજારે છે. પાછલી રાતે રોજ પાછી વળી આ કાંઠે આવી ઊતરે છે.

પોતાની ઈજ્જતના લોભી બાપે સુહિણીને એક ઊંચા કુંભાર કુળના બદસૂરત છોકરાની સાથે પરણાવી. સુહિણીએ નિકાહ વખતે છચોક પોતાને