પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
168
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

રાત મારી વાટ જોતો વાંસળી વગાડતો દેખાય છે. એ વાંસળીમાંથી જે કલમાના સૂરી બને છે, તે સૂરોને આધારે મેં દૃશ્ય સાંધીને આટલી બધી લહેરો તો ઓળંગી કાઢી, પણ હવે મારા હાથપગમાં કૌવત રહ્યું નથી.

વાંસળીના સૂર મીઠા લાગતા હતા. એ ગાનમાં ભંગ પાડવાનું સુહિણીને ગમતું નહોતું, પણ આખરે એનું શરીર પાણીની કબરમાં ઊતરવા તૈયાર થયું. મધવહેનનાં મસ્ત મોજાંમાં સુહિણી ખેંચાણી, અને ખેંચાતા ખેંચાતા એણે ‘મેહાર ! મેહાર ! ઓ મેહાર’ એવી હૈયાફાટ ચીસો નાખી.

એ ચીસો પડતાં જ બંસીના સૂરો થંભી ગયા, અને ‘આવી પહોંચું છું ! આવું છું !” એવા અવાજની સાથે કોઈએ સામે કિનારેથી પાણીમાં શરીર પડતું મેલ્યું.

ડૂબતી, ગળકાં ખાતી, ને મોજાંની થપાટે ખેંચાઈ જતી સુહિણીએ ચીસ પાડતાં તો પાડી, પણ પછી તુરત એ પસ્તાણી. એને સાંભરી આવ્યું કે પોતાને મીઠું, ગોસ ખવરાવવા માટે મહારે સાથળ વાઢેલ છે. તેનો જખમ હજુ તો રુઝાયો નથી. નક્કી મેહાર નહિ કરી શકે, મારે ખાતર એનો જાન જશે.

ઘરો ભગો ત ગોરેઓ, શાલ મ ભજે ઘરી,
મુલાંટો મેઆરજો, ભિજી થ્યો અય ભરી,
તાંગો તાર તરી, માન ડિસાં મુંહ મ્યાર જો.

ખેર, ઘડો ભાંગ્યો તો ઘોળ્યો ગયો, પણ હે અલ્લાહ, હવે મારા મેળાપની ઘડી મ ભાંગજો ! સામે મેહાર પડ્યો છે તેની પાઘડી પણ હવે ભીંજાઈને બહુ ભારે થઈ પડેલ હશે. હવે તો છીછરું કે ઊંડું જે પાણી હોય તેને તરીને હું મેહારનું મુખ જોઈ શકું એટલી, ઓ ખુદા, તું મને સહાય કરજે !

પણ એ મુખ જોવાનું માંડેલ નહોતું. પાણીની પથારી પર એકલા પોઢવાનું જ સરજાયું હતું. થાકીપાકીને તાકાત ગુમાવી બેઠેલ એ અબળાને સિંધુના મધવહેનમાં જ આંખે તમ્મર આવવા લાગી:


અખીમેં અઝરાયલ દીઠો, (તય) મન તણે તો પ્યાર ક્યાં