પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
172
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

બાજનું પીંજરું નીચે મૂકી છાંયડે વિસામો લેવા બેઠો. નીંદરમાં ઢળી પડ્યો.

ઘુમાઈતે ઘુમાઈતે બિનોદ, અઈલો સંધ્યાબેલા,
ઘાટેર પરે નિદ્રા જાઓ કે તુમિ એકેલા,

સાત ભાઈયેર બઇન મલુવા જલ ભરિતે આશે,
સંધ્યાબેલા નાગર સૂઈયા, એકલા જલેર ઘાટે.

[નીંદરમાં ને નીંદરમાં તો સાંજ નમી ગઈ. સાંજ ટાણે સાત ભાઈની બહેન મલુવા પાણી ભરવા આવી. પાણીના ઘાટ ઉપર સાંજરે એણે કોઈ માનવીને સૂતેલો દીઠો. કાંઠા ઉપર પોઢેલા ઓ એકલ પુરુષ ! તું કોણ છે ?]

કાંદેર કલસી ભૂમિત થઈયા મલુવા સુંદરી,
લામિલો જલેર ઘાટે અતિ તરાતરિ.

[કાખમાં ઉપાડેલ ગાગરને ભોંય પર મૂકીને મલુવા સુંદરી ઘાટનાં પગથિયાં તાબડતોબ ઊતરતી જાય છે.]

એક બાર લામે કન્યા, આરો બાર ચાય;
સુંદર પુરુષ એક, અધુરે ઘુમાય.

[ઘડીક ઊતરે છે, ને ઘડીક પાછી નજર કરે છે : અરે, આ કેવો રૂપાળો પુરુષ આંહીં ઘસઘસાટ ઊંઘે છે !]

સંધ્યા મિલાઇયા જાય રવિ પશ્ચિમ પાટે,
તબૂ ના ભાંગિલો નિદ્રા, એકલા જલેર ઘાટે.

[સુરજ આથમણી દિશાને આસને બેસી ગયો. સાંજ અંધારામાં મળી ગઈ, તોપણ તળાવડીને કાંઠે એક સૂતેલા પુરુષની ઊંઘ નથી ઊડતી.]

અરેરે ! રાત પડ્યા પછી એની ઊંઘ ઊડશે તો ? એ પરદેશી પુરુષ ક્યાં જશે ? શું એને ઘરબાર નથી ? શું મા-બાપ નહિ હોય ? રાત રહેવા એને કોણ દેશે ? હું સારા કુળની કુમારિકા એને કેમ કરીને પૂછું ?

ઉઠો ઉઠો નાગર ! કન્યા ડાકે મોને મોને,
કિ જાનિ મનેર, ડાક શેઓ નાગર સોને.

[મનમાં ને મનમાં એ કન્યા સાદ પાડે છે કે ‘ઊઠો ! ઓ પરદેશી પુરુષ, ઊઠો !’ શી ખબર, કદાચ મારા મનનો સાદ એ માનવી સાંભળતો હોય !]