પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મલુવા
173
 

 મનમાં થાય છે કે એને જગાડીને મારા બાપના ઘરનો મારગ બતાવું, નહિ તો રાતે એને રસ્તો ક્યાંથી સૂઝવાનો ?

ઉઠો ઉઠો ભિન્ન પુરષ, કોતો નિદ્રા જાઓ,
જાર વક્ષેર ધન તુમિ, તાર કાછે જાઓ.

[જાગ રે જાગ, ઓ પરદેશી ! કેટલીક નીંદ હજુ કરવી છે ? જેના હૈયાનો તું હાર હોય તેની પાસે ચાલ્યો જા !]

અરેરે ! અંતરનો સાદ એ શી રીતે સાંભળી શકે ? મારી સાથે ભોજાઈ હોય તોય હું એને જગાડવાનું કહેત પણ હું કોને કહું ?

હાં ! હાં ! એને યાદ આવ્યું. એ સૂતેલા પરદેશીને જગાડે તેવી એક બહેનપણી પોતાની પાસે હતી તે તેને સાંભર્યું.

શુનો રે પિતલેર કલસી કઈયા બુઝાઈ તોરે,
ડાક દિયા જાગાઓ તુમિ, ભિન્ન પુરુષેરે.

[સાંભળ રે, ઓ પિત્તળની ગાગર ! તને સમજાવીને કહું છું કે તું સાદ દઈને આ પરદેશીને જગાડ !]

એટલું કહીને એણે ગાગર પાણીમાં ઝબોળી.

જલ ભરનેર શબ્દે કુડા ઘન ડાક છાડે,
જાગિયા ના ચાંદબિનોદ, કોન કામ કોરે.

[પાણી ભરાવાનો ઢબ ઢબ અવાજ થયો. એટલે પીંજરાનું બાજ પંખી ઘાટી ચીસો પાડવા લાગ્યું. એ સાંભળીને ચાંદવિનોદ જાગી ઊઠ્યો. જાગીને એણે શું કર્યું ?]

દેખિલો સુંદર કન્યા, જલ લઇયા જાય,
મેઘેર બરણ કન્યાર, ગાયેતે લૂટાય.

[જોયું તો રૂપાળી કુમારિકા પાણી ભરીને ચાલી જાય છે, અને વાદળાંની છાયા એ કન્યાના દેહ પર લેટી રહી છે.]

એક બાર ચાઉં લો કન્યા મુખ ફિરાઈયા,
આરો એક બાર દેખિ આમિ આપની ભૂલિયા.

[ઓ કન્યા ! એક વાર મોં ફિરાવીને આ તરફ નજર કર. એક વાર હું ભાન ભૂલીને તને નીરખી લઉં.]