પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બોલીનો કોશ


[શબ્દો અને રૂઢિપ્રયોગો]


શબ્દો

અખાજ: અખાદ્ય
અખિયાત: આખું, સુવાંગ
અટવાવું: ગૂંચવાઈ જવું

અડવું (અંગ): ખાલી, અલંકાર વગરનું
અડાબીડ: સંખ્યાબંધ, ભરપૂર
અણખંડીઃ અખંડિત
અધગાળેઃ વચ્ચે
અનરાધાર, અંદ્વાધાર, ઇંદ્રાધાર: મોટી ધારે વરસતો વરસાદ. (ઈંદ્ર મહારાજ વરસાવે સામાન છે એવી લોકકલ્પના છે.)
અનિયાઃ અન્યાય
અમલઃ અફીણનો કૅફ
અરઘવું: ઓપવું, શોભવું
અસમદનાં પગલાં, અસમેરનાં પગલાં, અસમાનનાં પગલાં: આસમાનમાં પગલાં, મૃત્યુકાળે પગે ચાલીને સ્મશાનમાં જઈ ચિતા પર ચડવાની વિધિ.
અસરાણપતઃ અસુરો (યવનો)નો પતિ
અંજળ: અન્નજળ, પરસ્પરની લેણાદેણી
અંતરિયાળ: નિર્જન પ્રદેશમાં, મુકામથી દૂર, નિરાધાર સ્થળે
અંબોડાળી. (ભેંસ): જેનાં શીંગડાં આંટા લઈ ગયેલાં હોય છે તે. (સ્ત્રીના માથાના અંબોડાની કલ્પના છે)

આઈ: કાઠી કોમમાં સ્ત્રીઓને બે જ સંબોધન કરાય છે: વડપણના સ્થાને બેઠેલી સ્ત્રીને ‘આઈ', અને યુવાન સ્ત્રી અને સાસુ વગેરેને ‘ફૂઈ’.
આઉ: પશુઓને સ્તનપ્રદેશ
આકોટોઃ કાનની બૂટમાં પહેરવાનું ઘરેણું
આખાબોલો: ઉદ્ધત
આગેવાળઃ ઘોડાના આગળના ભાગનો સામાન

આગોણ: ચૂલાનો આગળનો ભાગ
આછટવું: પ્રહાર કરવો
આછો ડાબો: ધીરાં પગલાં (ઘોડાનાં)
આડસરઃ મકાનના છાપરાની વચ્ચોવચનું મોટું લાકડું
આડહથિયાર: દુરથી ફેંકીને નહિ, પણ હાથમાં રાખીને જ જેનો ઉપયોગ થાય તેવાં, તરવાર જેવાં. હથિયાર
આડું ભાંગવું: પ્રસવ થઈ જવો
આણાત: આણું વાળીને સાસરે ગયેલી સ્ત્રી.
આણું: લગ્ન પછી પહેલીવાર પિયર આવેલી કન્યાને વિધિપૂર્વક સાસરે વળાવાય પ્રસંગ,ઓંજણું.
આતો: કણબી અને ખાંટ કોમમાં વડીલને ‘આતો’ કહેવાય (મૂળ અર્થઃ પિતા)

188