પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બોલીનો કોશ
189
 

આથમણું : સુર્યાસ્તની દિશામાં પશ્ચિમે
આથેય : ગમે તે
આદો : આવ્યો (ચારણી શબ્દ)

આફળવું : અફળાવવું, લડવું
આભલાં: (1) અરીસા, (2) અરીસાના કાચનાં નાનાં ચગદાં (અસલ સ્ત્રીઓના ભરતકામમાં હતાં.)
આરદા : પ્રાર્થના
આરો: બચાવ (મૂળ અર્થ : કિનારો)
આવડ : એ નામની દેવી
આસેં : અહીં
આંબવું : પહોંચવું, પકડી પાડવું
ઉગમણું : સૂર્ય ઊગવાની દિશા
ઉચાળા : ઘરવખરી
ઉતાર (અફીણનો) : અફીણ વખતસર ન ખાવાથી અંગમાં આવેલું નિશ્ચૈતન્ય
ઉનત્ય : ઊલટી, વમન
ઉપરવાસ : નદીનું વહેણ આવતું હોય તે દિશા
ઊગટો:(ઘોડાનો) તંગખેંચવાની વાધરી
ઊજળે મોઢે: આબરૂભેર
ઊભા મોલ : તૈયાર પાક ઉભે ગળે : સારી પેઠે
ઊંડવઢ : ઊંડો રસ્તો
એકલોયાઃ એક જ લોહીના, દિલોજાન
એન : સારી પેઠે
ઓઘો : કડબનો ઢગલો
ઓડા : અંતરાય, આડશ
ઓણ સાલ : આ વરસ, આ સાલ.
ઓતરાદું : ઉત્તર દિશાનું
ઓથ: આશરો
ઓર : જન્મેલા બચ્ચાને શરીરે બાઝેલું ચામડીનું પડ

ઓરમાયો : સાવકો
ઓરવું: નાખવું

ઓરિયો : માટી
ઓલ્યા : પેલા.
ઓસાણ (ઓહાણ) : સ્મરણ
ઓળઘોળ : ન્યોચ્છાવર
ઓળીપો : ગારગોરમટી, લીંપણ
ઓંજણઃ પિયરથી સાસરે આવતી ગરાસણીનું વેલડું
કગરુ: હલકા દૂધ (વર્ણ)ના ગુરુ
કટક: સૈન્ય
કટાબ : કોરેલ (કાપડું) જેના ઉપર ઝીકસતારાનું ભરતકામ થાય છે તે કપડું
કડાકા : લાંઘણ, ઉપવાસ
કડે કરવું : અકુંશમાં લાવવું
કઢીચટ્ટા : એંઠ ખાનાર, ઓશિયાળા, દાસ
કણરોઃ કોનો (મારુ શબ્દ)
કણસવું: ખટકવું
કનેરીબંધ નવધરું : લાલ મધરાશિયાને લાંબુ સંકેલીને વચ્ચે વચ્ચે કનેરી મોળિયું વીંટીને પાઘડી બંધાય છે; રાજા કે વરરાજા બાંધે રાજા પાઘડી ઉપર નવ ગ્રહથી ખચિત શિરપેચ ગુચ્છો લગાવે છે. આવી કનેરીબંધ (નવગ્રહના ગુચ્છપેચવાળી) પાઘડી
કબંધ : ધડ
કમણ (ચારણી શબ્દ) : કોણ
કમૉત : ખરાબ રીતે થયેલું મોત
કરડાકી : કડકપણું, સખતાઈ
કરમાળ : તરવાર
કરલ : કરચલી
કરાફાતઃ અજબ બલવાન
કરિયાવ૨: દીકરીને પહેરામણી.