પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બોલીની કોશ
199
 

ભાવેણું : ભાવનગરનું હુલામણું નામ
ભીનલો વાન : સહેજ શ્યામ રંગ
ભુજાની અંજલિ : હથેળી સંકોચીને છાપવું કરી તેમાં ભરેલો કસુંબો
ભૂખલ્યાં : ક્ષુદ્ર
ભે : ભય
ભેડા : નદીના કાંઠા
ભેરવ : એ નામનું પંખી જેની ડાબી દિશાની વાણી અમંગળ મનાય છે
ભેળવું : ખાઈ જવું, ઢોર ખેતરમાંથી છાનામાના ચરી જાય, ત્યારે ‘ખેતર ભેળ્યું’ કહેવાય.
ભેળાવું : વધવું
ભેળું થવું : પહોંચવું
ભેંકારઃ ભયંકર
ભોજપરા : કાળા કસબ ભરેલા છેડાવાળાં ધોતિયાં, જે માથા પર બંધાતાં
ભ્રૂકુટિ સામસામી ખેંચાઈ જવી : ભ્રમર ચડી જવી, અત્યંત આશ્ચર્ય થવું
મણીકું : એક મણ વજનનું તોલું
મમાઈનો મઢ : મહામાયાનું સ્થાનક
મરકવું : સ્મિત કરવું
મરફો : યુદ્ધનું નગારું
મરશિયા : મૃત્યુનાં શોકગીત
મરેલા ઢોરની માટી : મરેલા ઢોરનું માંસ
મલક : મુલક
મલીર : કાઠિયાણીનું ઓઢણું
મવાડું : માલઢોર અને ઘરવખરી સાથે દુષ્કાળમાં હિજરત કરી જતું માલધારીનું કુટુંબ, પેડું. ઉચાળો, ગવાળો.
મસાણ: સ્મશાન
મસાલ : ભેટ
માગતલ : માગનાર

માટીઃ માંસ
માટીવટ : પૌરુષ, સ્વામીભાવ
માડુ: મરદ (કરછી શબ્દ)
માઢ : મેડી
માઢમેડી : દરવાજા પરની મેડી
માતમ : માહાત્મ્ય, મોટાઈ
માતેલી : મદોન્મત્ત
માત્યમ : મહિમા
માથાના ચોટલા (પુરુષના) : માતાજીના ભક્તો અને કાઠી પુરષો અરધા માથે ચોટલા રાખે છે.
માથાની પાટી : સ્ત્રીઓ જ્યારે માથાની વચ્ચોવચ સેંથો પાડીને માથું ઓળી બંને બાજુના વાળને હાથે દબાવી ઓળે તે બંને બાજુની પાટી
માદળિયાં : શેરડીના સાંઠાની છાલ ઉતાર્યા પછી પાડેલાં પતીકાં
માનખ્યો : મનુષ્યાવતાર
માપી લેવું : શક્તિનું પારખું કરી લેવું
માફો : રથ પરનો કાપડનો ઘુમ્મટ
માયરું : લગ્નમાં પોંખણા પછી વર-વહુને સામસામે બેસાડી હસ્તમેળાપ કરાવાય, કન્યાદન અપાય એ પ્રસંગ
માયલીકોર : માંહેની બાજુ
મારતલ : મારનાર
મારું પેટ : મારું સંતાન
માલ : ઢોર
માલમી : વહાણની સુકાની
માલધારી : ઢોર ઉપર નભનાર ભરવાડ, કાઠી, ચારણ વ.
માળીડાં  : મુકામ
મિયાણા : સૌરાષ્ટ્ર-કચ્છના સીમાપ્રદેશમાં વસતી મુસ્લિમ જાતિ