પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
213
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

વળી રિયાં : ફરી રહ્યાં
વાટકીનું શિરામણ : ગજા પ્રમાણેની સંપત્તિ
વાડે કરવું (હથિયાર) : મ્યાન કરવું
વાઢે તોય લોહી ન નીકળે : ભય કે શરમથી માણસના અંગમાંથી જાણે લોહી ઊડી જાય અને કાપવાથી લોહી ન નીકળે તેવું
વાતને પી ગયા : વાતને મનમાં જ રાખી
વિલાયતનાં ઝાડવાં છેટાં થઈ પડશે : વતન નહીં પહોંચો
વીંધાઈને નવરાતના ગરબા બની જવું : એટલી બધી ગોળીઓ વાગવી કે ગરબામાં જેટલાં છિદ્ર હોય છે તેટલાં દેહમાં પડી જાય
(ઘામાં) વેતરાઈ જવું : ખૂબ જખમી થવું
શિખામણ ન માગે : જીવતો ન રહે
શોક્યપણું ન પાલવે : અંતરાય ન જોઈએ
સત સરાણે ચડ્યાં : સત્ય કસોટીએ ચડ્યું
(સુદામડા તો) સમે માથે : સહુને સરખે ભાગે
સરખાં વદે : સમોવડિયા ગણાય
સવા ગજ પનાના કાંસાના થાળ : લગભગ બે ફૂટ વ્યાસના પંચધાતુના અને કાંઠાના અંદરના ભાગે વાળેલા ખૂમચા
સવાશેર માટી : સંતાન (ગર્ભનું માંસ અલ્પ હોવાથી ‘સવાશેર’ શબ્દ વપરાયો છે.)
સળાવા કરવા : ઝબકારો કરી અહીંથી ત્યાં નીકળવું
સંસાર વાસવો : ઘર માંડવું
સાવજને સાંકળીને પાંજરે નાખવો : બહાદુર પુરુષને બંધનમાં રાખવો
સાંકળના ત્રણ-ત્રણ કટકા : મોર ટહુકે ત્યારે તેની ડોકના ત્રણ વળાંક થાય છે તે
સાંઠિયું સૂડે : કપાસ પાકી જતાં સુકાઈ ગયેલા છોડ – સાંઠીને ખોદવી તે

સૂડ કાઢવું : જડમૂળથી ખોદી કાઢવું
સૂડવું : જડમૂળથી ખોદી કાઢવું
સો સો ઘમસાણોમાં ઘૂમેલી : અનેક લડાઈઓમાં ગયેલી
સોગ ભાંગવો : મરેલા સ્વજનનો શોક ત્યજવાની ક્રિયા. એ થયા બાદ સારાં વસ્ત્ર-મિષ્ટાનનો પ્રતિબંધ પૂરો થાય.
સોનાની કુંડળ્યે ભાલો : ધાર નીચેની લાકડીમાં સોનાની ગોળ કુંડળીઓ જડેલી હોય તેવો ભાલો
સોનાની વીંટી જેવા : નાના પણ કીમતી
સોમલ ઘોળવું : ઝેર વાટીને પીવું, આત્મઘાત કરવો
હમચી ખૂંદવી : (ઘોડાં) ડાબલા પછાડે એ
હલાલ કરવું : માંસ ખાવા માટે જીવતાપ્રાણીને મારવું
હાથ તો જોયા ને ? : હાથની શક્તિ જોઈને ?
હાથની કળાયું : હાથના પહોંચાથી કોણી સુધીનો ભાગ
હાથમાંથી તીર છૂટી જવું : બાજી હાથથી જવી
હાથેપગે નાગફણિયું જડવી : ખીલાથી હાથપગ જડવા
હિસાબ ચોખ્ખો કરવો : લેણદેણ પૂરી કરવી
હે તોહેં ઘોડા લઉ જાય : તને ઘોડો ઉપાડી જાય (જાતવાનને ગાળ)
હેતનો કટકો : જેના પ્રત્યે અત્યંત પ્રેમ હોય તે
હેમાળો ગાળવો : આવતે જન્મે મનવાંછિત ફળ ફળે એવી પ્રચીન માન્યતાથી હિમાલયના બરફમાં જઈને દેહને પિગાળી નાખવો
હૈયામાં લખી લેવું : યાદ રાખી લેવું
હૈયું જોવું : હૃદયની ઉદારતા જોવી