પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મોં મલકાવીને જવાબ દીધો : "હું જાણું છું. વજો નિષ્કલંક છે."

રણાઓએ કહ્યું : "હવે હદ થઈ; બાપ પોતે ઉપર રહીને આપણી લાજ લેવરાવે છે. આ કૃષ્ણનો ભક્ત દરબાર ! હવે કાં તો સેજકજીનાં રાજ નહિ, ને કાં આપણે નહિ."

પ્રપંચ રચીને રણાઓએ કનોજથી સેજકજીના ભાણેજ રાઠોડને કહેણ મોકલ્યું કે 'આવો, ખેડગઢની ગાદી સોંપીએ.' રાઠોડ પોતાના બારસો સવારો સાથે શસ્ત્ર ધરીને આવ્યો. મામાએ જાણ્યું કે ભાણેજ આનંદ કરવા આવે છે. મામાએ ઝાઝાં આદરમાન દીધાં

રણાએ ગામ બહાર ભાણેજને માટે કસૂંબા-શિરામણ કરાવ્યાં; દરબારને તેમજ વજા ડાભીને આમંત્રણ આપ્યું. દરબારના યોદ્ધાઓને ખૂબ દારૂ પાયો; પછી રાઠોડના સૈનિકો તૂટી પડ્યા. રણાઓ સહાયે ચાલ્યા ને ખેડગઢનો કબ્જો લીધો. વજો મરાયો. ફક્ત સેજકજી પોતાના પરિવારને લઈ એક રથમાં બેસી નાસી છૂટ્યા

રથ જોડીને સેજકજી સૌરાષ્ટ્રની અલબેલી ભૂમિ તરફ્ ચાલ્યા [૧] આવે છે; શ્રી કૃષ્ણના એ સાચા ભક્તને દિલે શું ગયું ને શું રહ્યું તેની લગારે ઉદાસી અન્થી. પોતાના પ્રભુ મુરલીધરની મૂર્તિ [૨] પોતાની સાથે જ છે; એ જ એને મન ચૌદ ભવનના રાજપાટ સમાન દીસે છે. રસ્તામાં એક રાત્રિએ મુરલીધર પ્રભુએ સ્વપ્નામાં આવીને કહ્યું : ' રે ભક્ત, ફિકર કરીશ નહિ. આ રથનું પૈડું જે જગ્યાએ નીકળી પડે ત્યામ્ જ વસવાટ કરજે.

रथ चक्र निकस परे जेही ठाम
महिपाळ जहां कीजे मुकाम ॥

પાંચાળીના પગલાંમાંથી જ્યામ્ કંકુડા ઝર્યાં હતાં એવી સૌરાસ્ટ્રની પમ્ચાલ ધરામાં રથ આવી પહોંચ્યો, ત્યાં રથનું પૈડું નીકળી પડ્યું. બાજુમાં

  1. સેજકજીને ખેડગઢ છોડવું પડ્યું તેની છેક જુદી જ એક કથા પ્રચલિત છે. તેનો સાર એ છે કે :
    સેજકજીનાં લગ્ન ડાભી શાખાના સરદાર બળદેવના પુત્રી વેરે થયેલાં. ડાભીઓ ગોહિલની સાથે થોડી પેઢીથી લગ્ન સંબંધીમાં જોડાતા આવતા હતા; શૂરવીર હતા. રાજ્ય તરફથી તેમને સારી જાગીરો મલી હતી.
    આ ડાભી સરદારોના બળ વડે સેજકજીનું રાજ્ય સિરક્ષિત હતું. કોલુમંદના રાણા સિયોજી રાઠોડની નોકરીમાં જયચંદ્ર પંગુરનો એક પૌત્ર હતો. તેને ઘણામ્ રાજ્યો જીતેલાં. પણ ડાભીઓને વશ કર્યા સિવાય ખેડગઢની એક તસુ જમીન પણ તેને ન મળી શકે. તેને પોતાના કુંવર અસ્તાજીને મૂળદેવ ડાભી પાસે મોકલ્યો. રાજ્ય લોભી મૂળદેવ એ પરાયાની શિખવનીને વશ બની પોતાના જમાઈ સેજકજીનો વિનાશ અક્રવા ખેડગધ ઊપડ્યો. પરંતુ એ પ્રપંચની કહ્બર પોતાની પુત્રીને - સેજકજીનાં પત્નીને - પડી ગઈ. એમણે જઈને સેજકજીને ચેતવ્યા. સેજકજી તૈયાર રહ્યા.
    ડાભીઓ આવ્યા, પણ ખુલ્લી લડાઈ કરવામાં ફાવી ન શકાય તેથી દગો ગોઠવ્યો. ગામ બહાર રાજાજીને ગોઠમામ્ નોતર્યા. અસલથી કરેલા સંકેત પ્રમણે તમામ ડાભીઓ ડાબી બાજુ બેસી ગયા, અએ ગોહિલો સામી બાજુ એકલા પડી ગયા. ગોહિલોને ખૂબ દારૂ પાયો. પછી કતલ ચાલી. ડાભેઓ તરાજ થયા, પણ રાઠોડ પોતાના સૌનની સાથે આવી પહોંચ્યો. સેજકજીનું બળ તૂટી પડ્યું આખરે સેજકજી નાઠા
  2. એ જ મૂર્તિ અત્યારે વળાની નજીક પચ્છેદ ગામમાં મોજૂદ છે, અને ત્યાંના ગોહિલો હજુ એની ઉપાસના કરે છે.