પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.

ભીમોરાની લડાઈ

"કાઠીભાઈ, તમે અવળો કામો કર્યો. તમે એના બાપ વાજસૂર ખાચરના પાળિયાનું નાક વાઢ્યું ! તમને જસદણના બા‘રવટિયાને હું શી રીતે સંઘરું ?"

"આપા નાજા ખાચર ! મેં બા‘રવટું ખેડ્યું તે અધરમનું મહિ. મારે ઘરધણીને ચડવાનું એકનું એક હૈયાસામું ઘોડું ચેલે ખાચરે જોરાવરીથી ઝૂંટવી લીધું. આવો અધરમ મારાથી સહેવાણો નહિ."

"ત્યારે શું કરવું ?"

"બીજું વળી શું કરવું, બાપ ?" ચારણે ચાનક ચડાવી: "તું ઊઠીને આજ આ શરણાગતને નહિ સંઘર્ય, બાપ નાજા ? અરે -

બારવટિયો આવે બકી, હોય મર વેર હજાર;
(એને) ભીમોરા ભોપાળ, શરણે રાખ સૂરાઉત.

માથે હજારું વેર લઈ આવનાર બા‘રવટિયાને તું ભીમોરાનો ધણી, સૂરગ ખાચરનો બેટડો શરણું નહિ દે, તો ધરમ ક્યાં ટકશે, બાપ ?"

"ઠીક ભાઈ, દાઢાણા ! તું મારા પ્રાણ સાટે છો, ભા ! તુંને ભીમોરાનો ઓથ છે. મારું મર થાવું હોય તે થાય."

"ધન્ય બાપ ! ધન્ય નાજા !" ગઢવીએ ધણીને બિરદાવ્યો :

ધર વંકી, વંકો ધણી, વંકો ભીમોરા વાસ,
નીલો સુરાણી નજિયો, મટે ન બારે માસ.

તારી બંકી ધરતી. એવો જ બંકો તું એનો ધણી : એવો જ બંકો તારો ગઢ ભીમોરા : અને સૂરગના પુત્તર નાજો ! તું તો સદાનો લીલોછમ : તારાં દલ સુકાય નહિ.

ચોટીલાથી ત્રણ ગાઉ, થાન સ્ટેશનથી છ ગાઉ, બોટાદ-વીંછિયા રેલવેના સ્ટેશન કાળીસરથી ત્રણ ગાઉ અને જસદણથી દસબાર ગાઉ દૂર આ