પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ત્યારે આ આંખો કોની ? મારા દીકરાને બદલે કોણ મર્યું ?"

"સાત હરણાં."

"આજથી એ પરગજુ હરણાં મારે ને મારા તમામ વંશજોને પૂજવાનાં પ્રાણીઓ બન્યાં."

કચેરીમાં પાદશાહે પિતા-પુત્રોને ઊંચા સરપાવ બક્ષ્યા, તેની બેસુમાર તારીફ કરી અને પાછા કાઠિયાવાડ વળાવ્યા.

𓅨❀☘𓅨❀☘