પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાબરિયાત ગામ પાસે ખડો છે. અને પિતાપુત્ર એભલ-અણો નીચેના દુહામાં અમર બન્યા છે:

સરઠાં! કરો વિચાર, બે વાળામાં ક્યો વડો?

સરનો સોંપણહાર, કે વાઢણહાર વખાણીએ?

[હે સોરના માનવી, વિચાર તો કરો. આ એભલ વાળો અને અણો વાળો-બેમાંથી કોણ ચડે? કોનાં વખાણ કરીએ? પોતાનું શિર સોંપનાર બેટાનાં, કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપનાં?]

𓅨❀☘𓅨❀☘