પૃષ્ઠ:Rasdhar 1.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.

ગરાસણી

ગેમાભાઈ! આ દીકરીને આજ એને સાસરે મૂકવાં જાવાં છે. તમે સાથે જશો ને?"

"ના, દરબાર, ત્રણ ટકાનુંય જ્યાં જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વોળાવું ન હોય. ગેમાનું વોળાવું તો પાંચ પચીસ હજરાના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે. બીજા સપારડા ઘણાં છે."

ઢોલિયે સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતાં લેતાં આવો જવાબ દેનાર આ ગેમો પચ્છેગામમો કરડિયો રજપૂત હતો. ગોહિલવાડ પંથકના પચ્છેગામની અંદર આવા ૪૦-૫૦ કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા. જ્યારે વોળાવે (ગામતરા સાથે) જવું હોય, ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું.પણ બધા કારડિયાની અંદર ગેમો વોળાવિયો બનીને ચાલે, એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહિ. જેવાતેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો આપી દેતો. ગેમાનું વોળાવું એ કાંઈ રમત નહોતી.

એક દિવસ ગામના બાપુ ખુમાણસંગજી તરફથી ગેમાનું તેડું આવ્યું. ખુમાણસંગજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેબતપરગામે સાસરવાસ હતાં. ત્યાં એ દીકરીને સીમંત હતું. ખોળો ભરીને તેડી લાવવાના હતાં. એક વેલડું, બે છોડીઓ ભેળો ગેમો, તેમ જ બીજો એક કારડિયો : એ બધા હેબતપર ગામે બાને તેડવા ચાલ્યાં.

હેબતપરથી પચ્છેગામ આવતાં મોણપુર ગામ સુધી આશરે દસ ગાઉ લાંબુ ભાલનું રણ છે. દિવસે એમાં મુસાફરી થતી નહોતી, કેમકે પાણી વિના પ્રાણ જાય, એટલે રૂપાળીબાને રાતે જ સોંડાડવામાં આવ્યાં. વેલડીમાં રૂપાળીબા અને છોકરીઓ બેઠાં. બીજા ગાડાંમાં ગેમો, એનો