પૃષ્ઠ:Rasdhar 1.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લૂંટારાઓએ એને બેસાડીને એના હાથ-પગને એક બંધે બાંધ્યા. પગના ગોઠણ ઊભા કરાવી, પછી ગોઠણ નીચે સોંસરી એક લાકડી નાખી, એક ધક્કો દઈ દડાની માફક ગબડાવી દીધો. આ ક્રિયાને રણગોળીટો કહે છે. રણગોળીટો એટલે રણનો દડો. આદમી આ રીતે દડા જેવો બની જાય છે.

"કોણ છે વેલ્યમાં ? દાગીના ફગાવી દ્યો ઝટ!" લૂંટારાએ ત્રાડ દીધી.

રૂપાળીબાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશો એ માગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાબલો આપી દીધો. તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઊઠ્યું.

બદમાશો બોલ્યા : "ડિલ ઉપરથી ઘરેણું ઉતાર."

બાઈએ બધા ઘરેણા ઊતાર્યાં; બાકી રહ્યાં માત્ર પગનાં કડલાં

"કડલાં સોત ઉતાર" બદમાશોએ બૂમ પાડી.

બાઈ વીનવવા લાગ્યાં : " ભાઈ , આ નરેડીનાં નક્કર કડલાં છે ને ભીડેલાં છે. વળી હું ભર્યે પેટે છું. મારાથી નહિ ઊઘડે; માટે આટલેથી ખેમૈયા કરો ને, મારા વીરા!"

"સફાઈ કર મા ને ઝટ કાઢી દે!"

"ત્યારે લ્યો, તમે જ કાઢી લ્યો," એમ કહી રૂપાળીબાએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા. પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલાં ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા; કોઈનું ધ્યાન નહોતું.

રૂપાળીબાએ ત્રાંસી નજર નાખી, બીજું કાંઈ તો ન દેખ્યું, પણ ફક્ત ગાડાંના આડાં (લાકડાના ધોકા) દેખ્યા. વિચાર કરવાનો ત્યાં વખત નહોતો. કામી લૂંટારાઓ એ રજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા.

રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલાં ખોલનારા બે જણની ખોપરી માથે અક્કેક ઘા કર્યો. બન્નેની ખોપરી ફાટી ગઈ. બેય જણા ધરતી પર ઢળ્યા. ત્યાં તો એ ગરાસણીને સૂરાતન ચડ્યું; આડુ હાથમાં લઈને એ કૂદી પડી. દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે. માર