પૃષ્ઠ:Rasdhar 1.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રસરી ગઈ હતી. તમામને ચેતાવી દેવામાં આવ્યાં હતાં કે કોઈ એનાં વખાણ ન કરશો, ઊલટું, એને પાછી પાડવા જેવાં વેણ કહેજો, નહિ તો બહેનને ચમક ઊપડશે.

ચમક ઊપડે એટલે માણસ મરી જાય.

લોહીએ નીતરતાં બહેન આવ્યાં. બહેનને ઢોલિયામાં સુવાડ્યાં, બધાંય ઠપકો દેવા લાગ્યાં : " બેટા ! બહુ અઘટિત કર્યું. પાંચ હજારનાં ઘરેણાં જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત!"

એક પહોરમાં તો એનો જીવ ચાલી ગયો; પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો.


𓅨❀☘𓅨❀☘