પૃષ્ઠ:Rasdhar 1.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.

આહીરની ઉદારતા


"આમ તો જુવો, આયર!"

"કાં? શું છે?"

"આ જોડી તો જુવો! આ આપનો વીકમસી ને વહુ સોનબાઇ. અરે, એની એકબીજાની માયા તો નરખો! મૂવું, મને તો આસુંડા આવી જાય છે."

"આયરાણી! અતિ હરખઘેલી કાં થઈ જા અટાણથી?"

"મને આપણું બાળપણ સાંભર્યું, આયર!"

ભાદરને કાંઠે નાનું ગામડું છે. માગશર મહિનાની શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોસો ને ડોસી બેઠાં છે. ફળિયામાં બે છોકરાં એક વાછરડીની કૂણી ડોક પંપાળે છે. બેઉ જણ ઝાઝું બોલતા નથી, પણ બેઉની આંખો સામસામી હસી રહી છે. બુદ્દા ધણી-ધણિયાણી આ બાળકોને જોઇ જોઇ હરખથી ગળગળાં થાય છે.

ડોસાનું નામ વજસી ડોસો, ને ડોસીનું નામ રાજીબાઇ. જાતનાં આહિર છે. ભાદરકાંઠે ખેડનો ધંધો કરે છે. આધેડ અવસ્થાએ એને એક દીકરો ને દીકરી અવતરેલ. બીજું કાંઇ સંતાન નહોતું; એટલે બહુ બચરવાળોના અંતરમાં કદી ન હોય તેવો આનંદ વજસી અને રજીબાઈ ને થતો હતો.

આજે એ અધૂરું દુ:ખ પૂરું થયું હતું, કેમ કે દીકરા વીકમસીની નાનકડી વહુ સોનબાઇ પોતાને માવતરથી સાસરે વાઢની શેરડી ખાવા આવી હતી. પાંચેક ગાઉ ઉપરના ઢૂકડા ગામડામાં એક આબરુદાર આહિરને ઘેર વીકમસીનું વેવિશાળ કરેલું હતું. સારે વારપરબે વજશી ડોસા સોનબાઇને રેડાવતા અને થોડા દિવસો રોકાઇને સોનબાઇ પાછી ચાલી જતી.

વીકમસી દસ વરસનો અને સોનબાઇ આઠ વરસની: કળજુગિયો