પૃષ્ઠ:Rasdhar 1.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નહિ. છેવટે એ ગામેતી ચારણની સ્ત્રી, દીકરો અને દીકરાવહુ ત્રણેયે ત્યાં ત્રાગુ કરીને ઝાંપે લોહી છાંટ્યાં, જીવ કાઢી દીધો. (ત્રણેના પાળિયા આજે બરવાળાના દરબારગઢમાં મોજૂદ છે.)

વાંસેથી કાઠીઓ ઘસાઇ ગયા, ગામ લીંબડીને માંડી આપ્યું. એ કાઠીનો વંશ આજે બોટાદ પાસે નાગલપુરમાં જીવે છે.

એ બરવાળું માધાશાના હાથમાં આવ્યું, એટલે સંવત ૧૮૫૩માં એણે અંદરનો ગઢ બંધાવ્યો. તે વખતે તો ગામ નાનું હતું, ગઢમાં જ સમાઇ જતું. અત્યારે જ્યાં બજાર છે ત્યાં તો નદીનું વહેણ હતું. એ વહેણની એંધાણી તરીકે ખીજડો ને ખજૂરી અત્યારે ઊભાં છે. આ માધાશાના ઘેર ઘેલાશા પાક્યો. જેવી છીપ હતી તેવું જ મોતી નીવડ્યું. વાણિયો સમશેર બાંધી પટા શીખ્યો. ભાલો ઉપાડ્યો. ભેટમાં કટાર, જમૈયો અને પીઠ પર ઢાલ બાંધ્યા. આસપાસના કાળઝાળ કાઠીઓમાંથી કંઇકને ધરતી સાથે જડી દીધા. વસ્તીને જમાવી બરવાળાનો તાલુકો બારમાંથી બાવીસ ગામનો બનાવ્યો. બરવાળું વેપારવણજનું અડીખમ મથક બન્યું. ઘેલાશાની ફે ફાટી ગઇ. કંઇક સાંઢડાને નાથ્યા. અણનાથ્યો રહ્યો એક વોળદાન રેફડિયો. એમાં આજ પોતાની હીણપતનાણ દુહા માંયલુ -

સીમાડે ગેલોશા વાઢે ખડ, વોળદાનિયા!

આ વેણ સાંભળીને જુવાન ઘેલાશાની ભુજાઓ કળવા લાગી.

"એલા, ક્યે ગામ રહેવું?"

"આંહી ચાચરિયે."

"આપો વેળદાન ઘેરે છે?"

"હા."

"એને કે'જે કે ઘેલાશા કાલે સવારે પાછા નીકળશે. માટે સીમાડે સાબદો રે'જે. તારે સીમાડે ઘેલાશા ખડ વાઢવા આવે છે."

આટલું કહેવરાવીને ઘેલોશા ઘોડીએ ચડી ચાચરિયાનું પાદર વટાવી ગયા. પોતાની દીકરીને ધોળકે પરણાવ્યાં હતાં તેનું આણું વળાવવું હતું. તે