પૃષ્ઠ:Rasdhar 1.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખેંચીને કહ્યું: "તને મારવો હોય તો આટલી જ વાર! પણ ના, હું ઘેલોશા! તુંને એમ ન મારું. મારે તો તારો ગર્વ જ ઉતારવો'તો. "

દિડ્મૂઢ બનીને વોળદાન ઊભો રહ્યો. ઘેલાશાએ કહ્યું: "પણ આપણા મેળાપની નિશાની લેતો જા." એમ બોલીને વોળદાનન વાંસામાં તલવારની પીંછી(અણી) વડે ચરકા(ઉઝરડા) કર્યા. એવામાં બરવાળાના રસ્તા પર્ નજર કરે ત્યાં આંધી ચડેલી દેખાઇ. ઘોડેસવારોનું સૈન્ય આવતું લાગ્યું. એ ઘેલાશાનો જમાદાર ભાખરજી પોતાના માલિકની મદદે ચડી દોટાવ્યે આવતો હતો.

વોળદાન થરથરી ઊઠ્યો. ઘેલાશાને પણ લાગ્યું કે નક્કી ભાખરજી વોળદાનને મારી નાખશે. એ બોલ્યો: "વોળદાન! હવે નાસી છૂટ."

વોળદાન કહે: "શી રીતે નાસું? મારી ઘોડી તો નથી."

"આ લે, આ મારી ઘોડી. જા નાસી જા."

ઘેલાશાને પેલો અપમાનકારક દુહો સાંભર્યો. એણે કહ્યું: "પણ વોળદાન, આ ઘોડી ભૂખી છે. તલવાર કાઢીને એક કોળી ખડ(ઘાસ) કાપી લે તો?"

બીજો ઇલાજ ન હતો. વોળદાને તલવારથી ખડ વાઢ્યું. [૧] પછી નાસી છૂટ્યો.

આ પ્રસંગને અમર રાખવા માટે કેટલાએક ચારણો દુહો ઊથલાવીને આ રીતે પણ કહે છે:

તારા જે ચારિયા તણો, (બીજે) ભાગ જ ભરાય ના,
(પણ) સીમાડે ગેલોશા, વઢાવે ખડ વોળદાનિયા:

હે વોળદાનિયા! બીજા કોઇથી તો તારા ચાચરિયાની નીપજમાંથી રાજભાગ નથી લેવાતો. પણ તારે જ સીમાડે ઘેલોશા તારી પાસે ખડ વઢાવી શકે છે.

અસવારો આવી પહોંચ્યા, પૂછ્યું: "કાં દાજી! ક્યાં ગયો વોળદાન?" (ઘેલાશાને સૌ 'દાજી' કહેતા.)

"માળો કાઠી લોંઠકો! મારી ઘોડી લ ઇને ભાગી ગયો." દાજી એ જવાબ

  1. * કાઠીઓ આ વાતનો ઇનકાર કરે છે.