પૃષ્ઠ:Rasdhar 1.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક નાનું ચોગાન વાળી લ ઇ બીજા દરવાજા મૂકેલ છે. ચોગાનમાં શત્રુસૈન્ય પ્રવેશ કરે કે તરત ગઢની રાંગ ઉપરથી તોપો-બંદૂકો છૂટે, એ સાંકડા ચોગાનમાં સૈન્ય જીવતું રહે જ નહિ. સૈન્ય બચે તો અંદરનો બીજો દરવાજો તોડવો બાકી રહે.

ત્રણ દરવાજે આ બાંધણી છે. ચોથી એક બારી છે. દુશ્મનો વિશ્ઠી કરવા અંદર આવવા માગે તો એ નાની બારીમાંથી પગે ચાલીને જ દાખલ થ ઇ શકે.

એ પહોળી અને બળવાન દિવાલ હજી મોજૂદ છે. એના કોઠા ઉપર ગોઠવાયેલી અનેક તોપોમાંથી માત્ર થોડીક જ રાખી બીજી લીંબડી લ ઇ જવામાં આવી છે. હજુ કેમ જાણે ગ ઇ કાલે ત્યાં જ લડાઇઓ ખેલાયેલી હોય એવું આપણને ભાસે છે.

મીટે નર ફાટી પડે, પડ ચડિયા પેલાં; (એવો) ગઢ સજિયો ગેલા! તેં મારકણા માધાઉત!

હે મધાશાના સુંદર પુત્ર ઘેલા (ગેલા)! તેં એવો ગઢ બનાવ્યો કે હજુ તો તું સૈન્ય લ ઇને યુદ્ધે ચડ્યો ન હોય, ત્યાં તો એ ગઢ જોતાં જ માણસો ફાટી પડે!

તેં માંડ્યા, માધાતણાં! કોઠા આઘા લ ઇ કોય, (બીજાને) હૈડાં સામા હોયે, ગઢપતિયાંને ગેલિયા!

હે માધાશાને પુત્ર! તેં એવા તો જુક્તિદાર કોઠા બનાવ્યાં છે કે એ તારા ગઢના કોઠા બીજા બધા ગઢપતિઓ(રાજાઓ) ને વસમા થઇ પડ્યા છે.


માત્ર નાના કાઠીઓની જ જમીન નહિ, ભાવનગર રાજ્યની જમીન પણ ઘેલાશાએ દબાવવી શરૂ કરી.

બુડી વા બરવાળા તણો, (કે'થી) ચાપે ચંપાય ના,
(પણ) શત્રવના સીમાડા, તેં ગરગટિયા ગેલિયા!


હે ઘેલાશા, બરવાળાની જમીનમાં તો એક બુડી જેટલી જમીનનો ચાસ પણ કોઇથી ચંપાય નહિ, એટલે કે જરા જેટલી જમીન પણ કોઇ દબાવી ન શકે, પણ બીજા શત્રુઓના (શત્રવના) સીમાડા તું દબાવી બેઠો છે.