પૃષ્ઠ:Rasdhar 1.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નીચે આવવા કહાવ્યું. ઠાકોર મહેલની સીડી પર દેખાયા કે તરત કવિએ પોતાના મોં પર ફાળિયાનો છેડો ઢાંકી દીધો ને પીઠ ફેરવી ઠાકોરને ઊભાં ઊભાં ઠપકાનું એક ગીત સંભળાવ્યું કે 'એ બાપ હરિસિંગ! હરપાળનાં પેટ હરિસિંગે ઊઠીને આવી ખોટ ખાધી! રાજા હરિસિંગ! સાંભળ સાંભળ!

[ગીત-જાંગડું]
દાવ બાંધણો ગોહિલ્લાં સામો, ચૂડાકો ભાંજણો ડોડ
અર્યા'કો મોડણો માન, જંગકો અથાહ;

હિન્દવાંકો છાત્ર ગેલો ઝાલવો ન હુતો હરિ !

સતારા સું બઝારણો હુતો ગેલો શાહ !

નવે ખંડેરા માંય અસો કીણેરો પ્રધાન નાંહી,
દાવાદારાં લાગે અસાં કામદારાં દાય,
બોત ભૂલ આવી કાંઇ આવડી હમાણી બાબા!
માધાણાંકું બેડીઆં મ હોય પાગાં માંય.

૧. ગોહિલોના સામે પડી સમોવડિયો થ ઇને ઝૂઝનારો, ચૂડાસમાઓનાં અભિમાન તોડનારો, દુશ્મનોનાં માન મોડનારો, અને મેદાને જંગમાં બહાદુરીથી લડનારો - એવો હિંદુઓના છત્રરૂપ જે ઘેલોશા, તેને હે રાજા હરિસંગ! તારે નહોતો પકડવો. ઉચિત તો એ હતું કે એને તારે સતારાની ફોજ સામે લડવા મોકલવો હતો.

૨. નવ ખંડમાં કોઇને આવો પ્રધાન નથી મળ્યો. પોતાના દુશ્મનોને (સમોવડિયાને) હ્રદયમાં સાલે એવું કામદારું કરનાર બીજો કોઇ ન મળે. હે બાપ! હે હરભમજીનન્ પુત્ર (હભાણી)! આવી ભૂલ તું કરી બેઠો? માધાશાના પુત્ર ઘેલાશાના પગમાં કદી બેડીઓ ન શોભે.