પૃષ્ઠ:Rasdhar 1.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


થાલ ઢાલ ચોરાશીકી, શત્રાંશાલ થાંકો શેઠ,
થાકાં શેઠ તણી ઘોડી દૂઝે કેમ થાય!
જાંબુરાય! કડી જેમ લીંબડી રોપાય જે દિ',
મધાણી ઉપાડ્ય તે દિ, દીજે કોડાં માંય!



બીઆ વેરી તણી ધરા રાખણો સાંકળે બાંધી,
નવાલી કરી તેં વાત અનોધી નકાજ!
દોકડાકે લોભે રાજા લોકડાકે કહ્ય દામી,
અસા આદમીકી લાજ લેવે કેમ આજ!



ખત્રી વીર વિક્રમ જ્યું અબકો તે કાગ ખાયો,
કબકો બતાયો જાયો અબકો કુસંગ!
નાથ લીંબડીકા! થાને નાણાંનો ખબકો નાયો,
સબકો ઠપકો આયો રાજા હરસિંગ!

૩. તારો શેઠ ઘેલાશા કેવો હતો? તારાં ચોરાશી ગામની ઢાલ જેવો ને તારા શત્રુઓના હ્રદયમાં તીર-શલ્ય જેવો! તારા શેઠની ઘડી બીજાથી ન થાય. હે જાંબુ * જાંબુ લીંબડીનું ગામ છે. અસલ ગાદી ત્યાં હતી. ના ધણી (લીંબડીના સ્વામી)! જેવી રીતે કડી શહેર ઉપર દુશ્મનોએ હલ્લો કર્યો એવી રીતે લીંબડી ઉપર ક્યારેય હલ્લો થાય ત્યારે સુખેથી તું કરોડો શત્રુઓની સામે ઘેલાશાને ખડો કરજે. એ લીંબડીને લોપવા નહિ આપે.

૪. ઘેલોશા તો તારા બીજા દુશ્મનોની જમીનને સાંકળે બાંધીને રાખનાર હતો. એવા પ્રધાનને બંદીખાને નાખવામાં આજે તેં અતિશય અનુચિત ક્રુત્ય કરી નાખ્યું. હે રાજા! કોઇ હલકા શ્રીમંત લોકોની શિખવણીથી આવા પુરૂષની આબરૂ લેવાનુ તને કેમ સૂઝ્યું?


૫. ક્ષત્રીવીર વિક્રમ રાજા મરવા પડેલો તે વખતે કોઇએ એને સલાહ દીધી કે 'કાગડાનું માંસ ખાવાથી અમર રહી શકાય.' એ વીર વિક્રમ જેવા સુજ્ઞ