પૃષ્ઠ:Rasdhar 1.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાજાએ પણ જીવનના લોભમાં પડીને એ શિખાવણીને વશ થ ઇને કાગડો ખાધો. એથી કાંએ એ બચ્યો નહિ, ઉલ્ટો એ ભ્રષ્ટ બન્યો.


તેવી રીતે તેં પણ આજે કાગડઓ ખાધા જેવું ક્રુત્ય કર્યું. ઘણો વખત થયાં હલકાં લોકો તને કુસંગ શિખવતાં હતાં, તે આજે તેં પ્રગટ કર્યો, હે લીંબડીના નાથ! એથી નાણાંની છોળો તારા ઘરમાં ન આવી પડી. (તારા મનમાં એમ હતું કે ઘેલાશાએ તારા રાજ્યમાંથી ખૂબ દ્રવ્ય એકઠું કર્યું છે તે તને મળશે.) પણ ઊલટો તમામ લોકોનો ઠપકો મળ્યો.

૬. ઘેલાશા કાંઇ રાજ્યનો નિમકહરામ લાલચુ નોકર નહોતો, અથવા ગામનો શત્રુ પણ નહોતો; તેમ કોઇ કામમાં તને તો ફજેત કરે તવો પણ નહોતો. જો એ મારવા લાયક કે દંડવા લાયક આદમી હોત તો હું રામદુહાઇ ખાઇને કહું છુ કે તને હું ઠપકો ન દેત.

૬.
શામકો હરામી કામી ગામકો નહોતો શત્રુ,
ફજેતીઓ નાહીં કોઇ કામકો ફજેત,
માર્યા ડંડા જશો વે તો રામકી દુહાઇ માંને!
નાથ લીંબડીકા! થાને થબકો ન દેત.


દરબારગઢ પડઘા દેવા લાગ્યો: આવું ઠપકાનું ગીત ઠાકોરને હૈયે ખટકવા લાગ્યું. ઠાકોર દાદરો ઉતરવા મંડ્યા. પણ ગઢવી સામે મુખે થયા નહિ.

રોટલા જમવાનું ટાણું હતું; પણ કવિ લીંબડીને ભૂમિમાં ન રોકાયા, ખરે બપોરે ચાલી નીકળ્યા; સામેના સૌકા ગામે જ ઇને જમ્યા.

રાજાજીને વિસામણ થ ઇ, ચારણનો ઠપકો વસમો લાગ્યો; પણ ઇજ્જત કેમ જવા દેવાય? ત્રણ લાખ રૂપિયાનો દંડ ભરવાની શરતે ઘેલાશાને છોડ્યા.

એ નીતિવાન કારભારીના ઘરમાં ત્રણ લાખ રૂપિયા પણ ન નીકળ્યા. એણે તો કદી પોતાના માલિકની સાથે જુદાઇ જાણી નહોતી.

સાઠ હજાર રૂપિયાના દાગીના હતા તે રાજાને આપી દીધા. પોતાને પીપરિયું ગામ આપેલું તે બીજા સાઠ હજારમાં માંડી આપ્યું.

પોતાના બે છોકરાને ઘરાણે મૂકી પોતાના મિત્ર વઢવાણ ઠાકોર પાસેથી સાઠ હજાર ઉછીના