પૃષ્ઠ:Rasdhar 1.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેળવ્યા!

બાકીના રૂપિયાની શોધમાં એ ભાવનગર ઠાકોર પાસે ગયા.

લીંબડી ઠાકોરને ફાળ પડી કે કદાચ કામદાર ભાવનગર રાજ્યના હાથમાં પડી જ ઇ મારું સત્યાનાશ વાળશે! એ ડરથી એણે દાજીને બોલાવી લીધા, દંડ માફ કર્યો, રૂપિયા પાછા દીધા. પણ ગામ તો પાછું ન આપ્યું.

ખરેખર ભાવનગર ઠાકોરે દાજીને જામસાહેબની માફક જ લાલચ આપેલી. પણ નિમકહલાલ ઘેલોશા એમ્ નહોતા ડગ્યા.

દાજી લીંબડીથી બરવાળા આવતા હતા. વચમાં રંગપુર પાસે વેંજારમાં ધીરુબા વાણિયાણીને ઘેર પોતે રોટલો જમવા રોકાણા. ધીરુબાને પોતે બહેન કરેલાં. ધીરુબાએ કોણ જાણે શા કારણે એમને પનોળીમાં ઝેર ખવરાવી દીધું. દાજીનો દેહ ત્યાં જ પડી ગયો. એમના શબને બરવાળે લાવી અગનિસંસ્કાર કરવામાં આવ્યો. [૧]


આજે [૨] એમના વંશની ચોથી પેઢી ચાલે છે. એમની પાસે અત્યારે ગણ્યાંગાંઠ્યાં વીઘાં જમીન છે.

𓅨❀☘𓅨❀☘


  1. ૧ આવા સ્વામીભક્ત શૂરાને લીંબડીના ઇતિહાસમાં બહુ સ્થાન નથી. કેમ જાણે એવી કોઇ વ્યક્તિ જ કદી હયાત નહોતી!
  2. ૨ ૧૯૨૩માં