પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧

રા' નવઘણ

લેવા આપણે ઊભા રહ્યા !' એવાં તોછડાં વચન ઉચ્ચારતા જ ફડચી ભાટનું મરડાયેલું મેાં એમ ને એમ રહી ગયું, સીધું થયું જ નહિ. શા માટે એમ થઈ ગયું તેની ફડચીને ખબર ન પડી.

નવઘણ આસપાસ નજર કરે છે. “આઈ! આંહીં મારાં ઘેાડાંને પાણી પણ – ”

“પાણી છે, બાપ, છે. આ પડખે જ મોટો ધરો પડયો છે. ઘેાડાંને પાણી ઘેરો, છાતીબૂડ ધમારો. માતાજીએ અખૂટ પાણી ભર્યાં છે અમારી મેખિયું (ભેંસો) સારુ. નીકર તો અમે માલધારી અાંહી રહી કેમ શકીએ ? અમે તો જળનાં જીવ છીએ, વીરા મારા !”

કાળા સળગતા દુકાળ વચ્ચે પણ સોરઠમાં કુદરતે એક મેાટો ઊંડો પાણીધરો અાંહીં સંતાડ્યો છે. ચોમેર બળતી લા વચ્ચે અાંહીં લીલાડું છે, હરિયાળી વડઘટા છે; હેતપ્રીતાળાં આવાં માનવીએાને વાસ છે. કોઈક પ્રતાપી બાળકી લાગે છે.

એવા વિચાર કરતાં નવઘણે ઝપડાની રકાબ છાંડી. સહુને ઘેાડાં ઘેરવા ને ધમારવા હુકમ કર્યો. બધા નાહીધેાઈ ટાઢા થયા, નજર કરી તે ઘોલકીમાં, નાનકડા ચૂલા ઉપર છ બહેને કુરડીએ ચડાવીને માંહીં દૂધ-ચોખાની ખીર રાંધે છે.

નવઘણના મનમાં હતું કે આ હઠીલી ચારણ-પુત્રીએાનાં મન મનાવીને એની પ્રસાદી લઈ ચડી નીકળશું.

“લ્યો બાપ ! પંગતમાં બેસી જાવ !” એમ કહી વરૂવડીએ બહેનને હાકલ કરી “બેન શવદેવ્ય ! ઠામડાં તે ન મળે.”

“આ વડલાનાં પાંદ પાડી લઈએ.” એમ કહી શવદેવ્ય કછોટો ભીડીને કડકડાટ વડલા પર ચડી ગઈ.