પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધાર : ૨

૬૮

આકાશમાં ટમટમ ઝબૂકતાં ચાંદરડાં સામે જોઈ રહી. એના હૈયામાંથી નિસાસો નીકળી ગયો : “રે ખુદા ! મારો શેા ગુનો ? મને આવડું બધું રૂપ કાં દીધું ?”

સવારને પહોરે સૂર્ય મહારાજે જ્યાં ઉદયાચળને માથે કેાર કાઢી, ત્યાં તો કેસરિયા વાઘા સજીને પરમારો નીકળ્યા. જતો પણ સાથે જ નીકળ્યા. સૂમરા સાથેના એ સંગ્રામમાં હેબતખાનનો એકનો એક જુવાન દીકરો કામ આવી ગયો. રાંડેલ ભાભીએ સૂમરીને સંભળાવ્યું : “ ચુડેલ ! તારા સગા ભાઈનેય તેં આજ ભરખ્યો ?”

સૂમરીને કાળજે જાણે છેલ્લું તીર ભેાંકવાનું હતું તે ભેંકાઈ ગયું. રાતે સોપો પડી ગયો તે વખતે છાનીમાની બહાર નીકળી, એક ગોવાળિયાના છોકરાને સાથે લઈ સૂમરી સાંઢય ઉપર ચડી, અને ખુદા બતાવે તે માર્ગે પંથ કાપવા માંડ્યો. એ વાતની ખબર પડતાં જ એની પાછળ સૂમરાઓ ચડયા. બરાબર બગબગું થયું તે ટાણે સૂમરી વણોદ ગામને પાદર પહોંચી પાછું વાળીને જુએ ત્યાં તે સૂમરાના ઘેાડા આડા ફરી વળેલ જોયા !

“ હે અમ્મા, મારગ દેજે !” એટલું કહીને સૂમરીએ. સાંઢય ઉપરથી પડતું મેલ્યું. ધરતી ફાટી, અને મા જેમ રાતા બાળકને પોતાને થાનેલે વળગાડીને ઉપર પાલવ ઢાંકે, તેમ ધરતીએ પણ સૂમરીને અંદર લઈ પોતાનું પડ ઢાંકી દીધું. સૂમરી જે ઠેકાણે સમાઈ ગઈ ત્યાં એની ચૂંદડીનો એક છેડો બહાર રહી ગયો હતો. અત્યારે ત્યાં “ સૂમરી બીબીનું તળાવ” છે, ને કબર છે, એ કબરની માનતા ચાલે છે.

અહીં માંડવના ડુંગર ઉપર તો જુવાનડાઓ હોળી ખેલતા હોય તેમ લાહીની શેડો છૂટતી હતી. ઈસાજી નામનો એક જત દુશ્મનની કારમી ગોળી ખાઈને કંડોળાની ટેકરી ઉપર પડયો હતો, અને એનાથી થોડે આઘે લખધીરનો