પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૯૨


અંદર ચાલ્યો ગયો. દોઢીમાં કેદ થયેલા ત્રણે પરમારો ઉપર કિલ્લાના મોરચામાંથી બંદૂકોનો મારો ચાલ્યો. ત્રણે જણા ઘાવા ખાનામાં [૧] પેસી ગયા.

બંદૂકોના ધુબાકા સાંભળતાં તે ગામમાં એક સ્વામી આવેલા તે પોતાના સાઠ ચેલા એને લઈ આલમભાઈની વહાર કરવા બહાર નીકળ્યા. એ ભગવા વસ્ત્રની પાછળ આખી વસ્તી નીકળી. કિલ્લાની બહારથી હાકલા પડકારા થવા માંડયા : “ બાપુ ! મૂંઝાશો મા. હમણાં બારણાં તોડીએ છીએ.”

પણ એ તોતિંગ બારણાં કેમ કરી તૂટે!

અંદરથી ગાળીએાને વરસાદ ઝીંકે છે તેમાં થઈને દરવાજામાં જવું શી રીતે ? આલમભાઈ મૂંઝાયા છે. તે વખતે દીકરો તોગાજી બોલ્યો : “બાપુ, હું નાનપણમાં મસ્તી કરતો ત્યારે તમે કહેતા કે બેટા, વખત આવે ત્યારે જોર બતાવજે. આજ એ વખત આવી પહોંચ્યો છે. આપને મોંએથી 'ફતેહ' ઉચ્ચારો. ને પછી જુઓ, હું તાળું તોડું છું કે નહિ !”

“ જા બેટા, ફતેહ કર.”

માથા ઉપર ગેંડાના ચામડાની ઢાલ ઢાંકી, હાથમાં તરવાર લઈ તેાગોજી દરવાજામાં આવ્યો. અંદરથી ભડભડ ગેાળીએ ઢાલમાં લાગી, પણ તેાગાજીને ઈજા ન થઈ પોતાના બે પગ ભરાવીને એણે દરવાજાના ખંભાતી તાળાને બે ભુજાથી એવું મરડ્યું કે આંકડિયો નીકળી પડયો. ધબ દઈને તાળું નીચે પડયું. સાંકળ ખોલી નાખી ને આખી મેદની “મારો ! મારો !” એવા દેકારા કરતી અંદર દોડી આવી.

'રંગ તોગુભા ! રંગ તોગુભા !' કરતા જ્યાં બધા તોગાજી સામે જુએ ત્યાં તેા તોગાજીની અાંખાનાં બેય રતન

નશ્વર લબડતાં હતાં, ને એને રૂંવાડે રૂંવાડે લોહી ટપકતું હતું.


  1. * દાઢીના ચોકીદાર આરબોને કાવો કાઢવાની એારડીઓ