પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧૩૨

તમે બરાબર તલવાર વાપરજો, તમારી ફોજ સોંસરવો હું મારો ઘોડો દોડાવવાનો છું. તમારી બાઈએાને મેં મન, વચન, કાયાથી મા-બહેનો ગણી છે કે નહિ તેની સાબિતી બતાવું છું.”

એવું કહીને એણે કાઠીઓની ફોજ વચ્ચે પૂરપાટીએ ઘોડો નાખ્યો. સામે તલવારોની ઝીંક બોલી, પણ સત્યવાદી ધાડેસવાર સાવ કોરેકોરો સામે કાંઠે નીકળી ગયો, કાઠીએાની તલવારે સામસામી જ અથડાઈ.

સામે પડખેથી ફરી વાર સવાજી બેાલ્યે : “શૂરવીરો ! આખા જગતની બાઈઓને મેં મન, વચન, કાયાથી મા-બહેનો ગણી છે કે નહિ તેની સાક્ષી હવે જોજો.” એમ કહીને પાછો ફેાજ વચ્ચે ઘુસ્યો. ખડિંગ ! ખડિંગ કાઠીએની તલવારો સામસામી અફળાઈ સવાજી સહીસલામત પાર નીકળી આવ્યો.

પછી એ બોલ્યો : “ હવે તો આવો શૂરવીરો ! સ્વર્ગને માગે મને વળાવવા આવો.”

એકલો સવાજી આખી ફોજ સાથે લડીને મરાયો. આજ એનાં બિરદ ગાય છે કે,

કાંધાઉત સવે અખીયાત કીધી,

જુગે જુગ વંચાણી ખ્યાત જાકી.
કૂવા પર હાંકિયો અસવ જીવ તરણું કરી

ભૂવો વરસ પચીસે ગોહિલ માંકી.

કાંધાજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું કે એની કીર્તિ જુગે જુગ વંચાય છે, જીવતરને તરણા જેવું ગણીને એણે કૂવા ઉપર અશ્વ હાંક્યો, અને આખરે પચીસ વરસે એ મર્યો.