પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯

કરપડાની શૌર્યકથાઓ


ર. ફકીરો કરપડો


સુદામડાવાળા કનૈયા કુંવર જેવા મામૈયા ભાઈનું ખૂન થયું. તેવી જ રીતે ઉબરડાવાળા ભાઈ કલા ખાચરને પણ દારૂમાં કોઈએ ઝેર દીધું એને વંશ ગયો. આ બીજા ભાઈને મારનાર પણ લાખા ખાચર હતેા એમ બેાલાય છે.

ઉબરડાની ચોકીદારી પણ કરપડા જ કરતા હતા. ફકીરા કરપડાની અવસ્થા પાકી હતી. એના હાથમાં હવે તો તરવાર ધ્રૂજતી હતી. પણ લાખા ખાચર કે મૂળુ ખાચર ઉબરડાના ગરાસ ભોગવે, તે પહેલાં તો મારે મરી ખૂટવું, એવી એની પ્રતિજ્ઞા હતી. બગડ ગામમાંથી ખાચરોનો એક દીકરો લાવીને એણે ઉબરડાની ગાદી પર બેસાડ્યો. એનું નામ વેળો ખાચર.

એક દિવસ ફકીરો કરપડો ઘેર નથી. મૂળુ ખાચર અને લાખા ખાચર ઉબરડે ચડી આવ્યા. કરપડાની બાઈએાને હરણ કરી છોબારી ગામે ઉપાડી ગયા. પણ મૂળુ ખાચર પવિત્ર હતા. બાઈઓને એમણે બહેનો કરીને રાખી.

મૂળુ ખાચર નહોતા ત્યારે કરપડાએા પણ ધ્રાંગધ્રા રાજની મદદ લઈને છોબારી આવ્યો. આવીને પોતાની બાઈએાને હાથ કરી. માણસો ફકીરોને કહેઃ “મૂળુ ખાચરનાં ઘરનાંને લઈ ને આપણે આપણું વેર વાળીએ.”

ફકીરાએ જવાબ દીધો : “બાપ ! વહુનાં આણાં હોય પણ કાંઈ માનાં આણાં હોય ? મૂળુ ખાચરના ઘરમાં આઈ છે. તે આપણી મા કહેવાય.”

ભાઈઓને ઘેર પહોંચાડયા પછી ફકીરે કરપડો રાજસાહેબનાં માણસો સાથે ભટકતો હતો. મચ્છુ નદીને કિનારે એ બધા ચાલતા હતા. ત્યાં તો સામે કાંઠે ખાચર ભાઈએાનું કટક ઊભેલું દેખ્યું. દેખીને ફકીરાએ પોતાનાં અને રાજસાહેબનાં