૧૫૬
કાળો મરમલ તો દસ-વીસ વરસની ઉંમરે જ મરણ માગતો હતો.
આ તો પચીસ વરસે મરણનો મિલાપ થયો. પાંચ વરસનું મોડું થઈ
ગયું. હવે એ પાછો કયાંથી આવે ?
પછેડા પાંખે, મરમલ વાંછીતો મરણ,
જોવણ અંગ જડતે, કી' કરી આવે કાળિયો ?
અરે ભાઈ ! દસ-વીસ વરસે નહિ, એને તે એના જન્મ પછી તત્ક્ષણ કુંવરપછેડા ઓઢયા પહેલાં જ મરવું હતું. પણ એ ઝંખનામાં એને જુવાની આવી ગઈ. મોત સમા મિત્રનો આટલો મોડો મેળાપ થાય પછી કાંઈ એ પાછો આવે ?
ભૂખાળુ ભાલા તણો, કળકળતો કટકે,
(હવે) ભેાજન ખગ ભેટ્યે, ક્યાંથી આવે કાળિયો ?
ભાલાંની એને એવી ભૂખ લાગી કે ધીંગાણાને માટે એ કળકળી રહ્યો હતો. એવો ભૂખ્યો માણસ તરવારરૂપી ભોજન તૈયાર દેખ્યા પછી જમ્યા વિના શી રીતે પાછો આવે ?
કુંતારી હોળી કરી, (ઉપર) ઘરહર રંભા ઘેર,
(એમાં) નાખ્યાં વણ નાળિયેર, કયાંથી આવે કાળિયો ?
ધરતી ઉપર ભાલાંરૂપી ભડકાની હોળી પ્રગટી હતી. અને એ હોળીની ઉપર ઘેરો વળીને રંભાઓ ઊભી હતી. ધીંગાણારૂપી એવી સુંદર હોળીમાં પોતાના મસ્તકરૂપી નાળિયેર[૧] નાખ્યા વિના કાંઈ કાળો પાછો આવે ?
આવે ગાતી અપસરા, સૂરા સામૈયે,
પાછો વણપરણ્યે, કયાંથી આવે કાળિયો ?
એ યુદ્ધ નહોતું, પણ કાળાનું લગ્ન હતું. સ્વર્ગરૂપી સાસરામાંથી
અપ્સરાઓ ગીત ગાતી ગાતી આવતી હતી. અને શંકર આદિ સુર લોકો
- ↑ હુતાશનીની જ્વાળામાં શ્રીફળ હોમવાનો રિવાજ છે.