૧૮૦
ખેતા પટેલે એ જુવાનને સાથી રાખ્યો. ત્રણ ટંક પેટિયું, બે જોડ લૂગડાં, એક જોડ કાંટારખાં, અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લે તેટલાં ડૂંડા : આવો મુસારો નક્કી થયો. જુવાન કણબી કામે લાગ્યો.
સાથીને ભાત આપવા અંજુ પોતે જાતી. બપોરે ખેતરે ભાત લઈ જવાની હોંશમાં ને હોંશમાં અંજુ હવે તો બે પહોર ચડે ત્યાં જ બધું કામ આટોપી લેતી. બે જાડા રોટલા ઉપર માખણને એક લેાંદો, લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમરના બે કકડા, અને દોણી ભરીને ઘાટી રેડિયા જેવી છાશ : એટલું લઈ ને બપારે અંજુ જયારે ખેતરે જાતી, ત્યારે એનું મોં જેવું રૂડું લાગતું તેવું કયારેય ન લાગે. સાથીની પડખે બેસીને અંજુ તાણ કરી કરી ખવરાવતી.
“ન ખા તો તારી મા મરે.”
“મારે મા નથી.”
“તારો બાપ મરે.”
“બાપેય નથી.”
“તારી બાયડી મરે.”
“બાયડી તો મા જણતી હશે.”
“જે તારા મનમાં હોય તે મરે.”
છેલ્લા સમ સાંભળી છોકરો ફરી વાર અર્ધા ભૂખ્યો થઈ જતો. એને શરીરે રોજ રોજ શેર શેર લોહી ચડવા માંડ્યું.
એક દિવસ છોકરાએ પૂછયું : “તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખછ ?”
“તું અનાથ છે, તારે માબાપ નથી માટે.”
એક દિવસ કોસ ચાલતા હતા ત્યારે કિચૂડ કિચૂડ અવાજ સાંભળીને અંજુએ પૂછયું : “મેપા, આ પૈડું ને ગરેડી શી