પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
13

દિલાવર સંસ્કાર [ પ્રવેશક ]

થેાભાળો રજપૂત છે કે દેવીને પૂજક કોઈ ચારણ છે, તે શોધવાની રમણીય મૂંઝવણ અનુભવો.

સુવાસ ને સુરંગેા

બગીચાની અંદર વસંતના વાયરા વાયા અને સેંકડો પુષ્પો જાણે હોરી ખેલવા નીસરીને સામસામાં પોતાના પરમાણુઓ ફેંકી ફૂલદડે રમ્યાં. એમ રમતાં રમતાં કંઈ કંઈ વર્ષો વીત્યે ભાતભાતના રંગબેરંગી પાકા છાંટા પરસ્પરની પાંખડીઓ પર ઉપડી આવ્યા. ભભક પણ અકેક ફૂલમાંથી જાણે વિવિધ જાતની ફોરી. એમ કાઠીઓ અને કોટીલાઓ, મેરો ને ખસિયાઓ, આયરો ને ચારણો, એ બધા પણ ભાતભાતના લોહીમિશ્રણમાંથી રંગાઈને ખીલેલાં માનવ-પુષ્પો છે. અને એવી મિલાવટમાંથી જન્મેલી સુવાસ સોરઠી સાહિત્યરૂપે, શૌર્ય કથાઓને અને પ્રેમકથાઓને રૂપે, સુખદુઃખના રાસડાઓ, વાજિંત્રો, કલા-કારીગીરીઓ અને ગાર-ગોરમટીને રૂપે મંદ મંદ મહેકી રહી હતી. સોરઠી જીવનને એણે સુવાસિત બનાવ્યું હતું. આજ એ સુવાસ બંધ પડી છે. એ રંગેાની ઉપર રજ ચડી છે. આજ સંસ્કૃતિનાં પારણામાં હીંચેલી એ બધી જાતિઓ બલાત્કારે જીવે છે. વિકૃત બનીને ઊલટું આપણી સંસ્કૃતિને વિશે ભુલાવો ખવરાવે છે.

કેાટીલા

સોરઠી પ્રજાજીવનનો એ નવરંગી ફાલ કેવી રીતે ઊતરતો આવ્યો છે ? પાંચસો વર્ષ પૂર્વે શિહોરના રાજમહેલમાંથી એક બ્રાહ્મણ પોતાનો જીવ લઈને નાસતો હતો. એની પાછળ મોત પોકારતું હતું. સાંજ પડી ત્યાં તળાજા ગામના પાદરમાં આવીને એનું થાકેલું શરીર ઢગલો થઈ ગયું. ભૂખ લાગી હતી. ગામમાંથી આટો આણ્યો. આસપાસથી અડાયાં વીણીને આગ પેટાવી. પણ પાસે વાસણ નહોતું. આટો રૂમાલમાં નાખીને એમાં નાખ્યું પાણી. પાણી શી રીતે રહે ? લોટ મસળાતો નથી, ભૂખે અંધારાં આવે છે, માથે મોત ગાજે છે, ધુમાડો લાગવાથી નેત્રોમાં પાણી ઝરે છે. દુ:ખનાં આંસુએ એ ધુમાડાનાં આંસુઓની સાથે ભળીને શ્રાવણ-ભાદરવાની ધારા સરજાવે છે. સામી