પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

18

ભીલ કન્યા કેવી હશે ? એક રાત્રિના એ દાંપત્યમાંથી એક જાતિ જન્મી ચૂકી. એ લગ્નને કે એ જાતિને કોઈએ અપમાનેલ નથી, લોકવાણીએ સત્કારેલ છે, એવાં બેનમૂન અને જાતવંત લોહી મિશ્રણ આ ભૂમિ પર થયાં છે.

સોરઠના પ્રેમભક્તોએ જ્યારે જ્યારે આત્માના ઉચ્ચ આદેશો સાંભળ્યા, ત્યારે રૂઢિનાં બંધનો કેવી નીરવ હિંમત રાખીને તોડ્યાં. અને એ આત્માની દિલાવરીમાંથી કેવાં મનુકુળ જન્મ્યાં, તે જોવાઈ ગયું. કોઈપણ જાતના મતપ્રચારની દૃષ્ટિએ આ હકીકતો નથી કહેવાતી. તેઓ પણ કાંઈ સુધારકો નહોતા. તેઓ તો પ્રેમમાર્ગના પ્રવાસીએા હતા. એ માર્ગે જે મળે તે જીવન કે મૃત્યુ; તેને તેઓ આલિંગન દેતા.

ધર્મભાવના

જેમ જાતિ વચ્ચે ઝનૂનો નહોતાં, તેમ ધર્મભેદનાં ઝનૂનો પણ ઉચ્ચ માનવધર્મનો આદેશ ઊતરતાં કેવી રીતે શમી જતાં ! સોરઠનો અણનોંધ્યો ઇતિહાસ એ ધાર્મિક દિલાવરીની વિચિત્ર ઘટનાઓને સંઘરી રહ્યો છે. અને તે ઘટનાઓમાંથી કાવ્ય ફૂટ્યાં છે. વસ્તુતઃ તે ખુદ ઘટનાઓ જ સોરઠી જીવનનાં જીવતાં જાગતાં કાવ્ય જેવી છે.

હાલેાજી

કેવાં વિરોધી દૃષ્ટાંતો ! જે રાણપુરમાં ધર્માંધ રાજા રાણજી ગોહિલ, સ્વાર્થી બ્રાહ્મણોનો શીખવ્યો, એક મુસલમાન વિધવાના એકના એક નિર્દોષ બેટાનો ઘાત કરી બેઠો, તે જ રાણપુરમાં સ્વેચ્છાથી જ મુસલમાન થઈ ગયેલા તેના જ ભાણેજ હાલાજી પરમારની જબરી એાલાદ હજુ ચાલી આવે છે. ચુસ્ત હિંદુઓ હાલોજી[૧]: હામી તરીકે એને અમદાવાદમાં બાદશાહની આગળ રહેવું પડ્યું. પોતાના દેહને એણે મુસલમાની પાણીનો છાંટોય ન અડવા દીધો. બાદશાહે બતાવેલી બધી લાલચો અને ઉલેમાઓએ ચલાવેલી બધી દલીલો સામે એના હિન્દુત્વે તિરસ્કારયુક્ત હાસ્ય કર્યું. પણ ઘેરે આવતાં ભાભીએ દિયરને


  1. ** જુએા: ' એક અબળાને કારણે ' ( સૌરાષ્ટ્રની રસધાર, ભાગ ર ).